MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના હરબટીયાળી ગામની ૧૫ વર્ષીય સગીરા ગુમ: “મને અહીં નથી ગમતું” કહી ઘર છોડ્યું, અપહરણની શંકા સાથે પોલીસ ફરિયાદ

 

TANKARA:ટંકારાના હરબટીયાળી ગામની ૧૫ વર્ષીય સગીરા ગુમ: “મને અહીં નથી ગમતું” કહી ઘર છોડ્યું, અપહરણની શંકા સાથે પોલીસ ફરિયાદ

 

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામેથી એક ૧૫ વર્ષીય સગીરા રહસ્યમય સંજોગોમાં ગુમ થતા ચકચાર મચી ગઈ છે. સગીરાએ પોતાની માતાને ફોન પર “મારે અહીં રહેવું નથી” તેમ કહી ઘર છોડ્યા બાદ તેનો કોઈ પત્તો ન લાગતા પરિવારે અપહરણની શંકા સાથે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હરબટીયાળી ગામે રહેતી ૧૫ વર્ષીય સગીરા ગત તા. ૧૨/૦૫/૨૦૨૬ના રોજ બપોરના સમયે અચાનક ઘરેથી નીકળી ગઈ હતી. તે સમયે તેની માતા કામ પર ગયેલ હતી. સગીરાએ પડોશીના મોબાઈલ પરથી તેની માતાને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે, “હું ઘર છોડીને જાઉં છું, મારે અહીં નથી ગમતું અને અહીં રહેવું નથી.” આટલું કહી સગીરાએ ફોન કાપી નાખ્યો હતો અને ત્યારબાદ પોતાનો મોબાઈલ પણ સ્વિચ ઓફ કરી દીધો હતો.

માતા ઘરે પહોંચતા દીકરી ગુમ હોવાનું જણાતા પરિવારે તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી. ટંકારા, રાજકોટ અને અન્ય સંબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં સગીરાનો કોઈ પત્તો મળ્યો ન હતો. સગીરાનો ફોન સતત બંધ આવતો હોવાથી પરિવારની ચિંતામાં વધારો થયો હતો.

સગીરાની ઉંમર નાની હોય, કોઈ અજાણ્યો શખ્સ તેને લલચાવી-ફોસલાવીને અપહરણ કરી ગયું હોવાની શંકા સાથે માતાએ ટંકારા પોલીસમાં ફરિયાદ આપી છે.પોલીસનો ગુનો: અજાણ્યા શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી.ટંકારા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી સગીરાના લોકેશન અને અન્ય દિશાઓમાં શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!