MORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ૬ ઈસમો ઝડપાયા




TANKARA:ટંકારામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ૬ ઈસમો ઝડપાયા


ટંકારામાં ટાઉનમાં ઉગામણા નાકા નજીક આવેલ નવઘણભાઈના રહેણાંક મકાનની બહાર સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમી રહેલા છ ઇસમોને પૂર્વ બાતમીને આધારે ટંકારા પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં પૈસાની હરજીતના જુગારની મજા માણી રહેલા નવઘણભાઈ બચુભાઈ ડાભી ઉવ.૪૫, જીગ્નેશભાઇ કાળુભાઈ ઉઘરેજા ઉવ.૩૫, કરશનભાઈ બચુભાઈ ડાભી ઉવ.૩૭, જગદીશભાઈ બચુભાઇ ડાભી ઉવ.૩૨, કાળુભાઈ બાબુભાઇ મકવાણા ઉવ.૩૪ તથા પરેશભાઈ વશરામભાઈ દેગામા ઉવ.૨૭ બધા રહે.ટંકારા ઉગમણા નાકાવાળાઓની પાસેથી રોકડા રૂ.૧૩,૩૦૦/- સાથે તમામ આરોપીઓની અટક કરી જુગારધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.





