TANKARA:ટંકારા-ધ્રોલ હાઈવે પર ટ્રેક્ટરની ટક્કરે એક જ પરિવારના 7 સભ્યો ઈજાગ્રસ્ત




TANKARA:ટંકારા-ધ્રોલ હાઈવે પર ટ્રેક્ટરની ટક્કરે એક જ પરિવારના 7 સભ્યો ઈજાગ્રસ્ત
ટંકારાથી ધ્રોલ તરફ જવાના માર્ગ પર ગઈકાલે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતા એક ટ્રેક્ટર ચાલકે અન્ય વાહનને અડફેટે લેતા એકસાથે 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
મળતી માહિતી મુજબ, ગઈકાલે રાત્રિના સમયે જ્યારે ભોગ બનનાર લોકો માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે બેફામ ગતિએ આવતા ટ્રેક્ટરે તેમને ઠોકર મારી હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે ભારે નાસભાગ મચી ગઈ હતી અને સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા.


અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ સાત લોકોને તાત્કાલિક અસરથી ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઈજાઓ ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે તમામ ઈજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે.
અકસ્માતમાં ભોગ બનનાર ઈજાગ્રસ્તોમાં મોટે ભાગે મહિલાઓ અને એક જ પરિવારના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે:ગફુરભાઈ સિદ્દીકભાઈ જામ,હસીનાબેન ગફુરભાઈ જામ,નજમાબેન નુરાલીભાઈ જામ,ફિઝાબેન અનવરભાઈ ભટ્ટી,ગુલશનબેન અનવરભાઈ ભટ્ટી,રેશમાબેન ગફુરભાઈ જામ,જન્નતબેન જુસબભાઈ જામ આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને ટ્રેક્ટર ચાલકની બેદરકારી કેટલી હતી, તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.




