MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA ટંકારાના મેઘપરઝાલા ગામે જમીન માપણી વખતે ખૂંટા મારવા બાબતે ડબલ મર્ડર; બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો

 

TANKARA ટંકારાના મેઘપરઝાલા ગામે જમીન માપણી વખતે ખૂંટા મારવા બાબતે ડબલ મર્ડર; બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો

ટંકારા તાલુકાના મેઘપરઝાલા ગામેથી ડબલ મર્ડરની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં જમીનની માપણી જેવી સામાન્ય બાબતમાં ચાલી આવતી જૂની અદાવત લોહીયાળ અંજામમાં બદલાઈ ગઈ હતી. બે સગા ભાઈઓએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી પોતાના જ કાકા અને ભત્રીજાની નિર્મમ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ચકચારી ઘટના અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


​મળતી વિગતો મુજબ, મેઘપરઝાલા ગામે રહેતા અને ખેતીકામ કરતા દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલા (ઉ.વ. ૪૮) એ આરોપી મહેન્દ્રસિંહ મહાવિરસિંહ ઝાલા તથા તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.​ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદી દિગ્વિજયસિંહની ભોગવટાવાળી જમીનમાં તેઓ પોતે, તેમનો દીકરો હર્ષવર્ધનસિંહ (ઉ.વ. ૨૨) અને તેમના ભાઈ જયપાલસિંહ (ઉ.વ. ૪૦) જમીનની માપણી કરાવીને શેઢાના ભાગે ખુંટા મારવાનું કામ કરી રહ્યા હતા.

​આ જમીનની બાજુમાં જ આરોપીઓના પિતા મહેન્દ્રસિંહ શિવુભા ઝાલાની વાડી આવેલી છે. જમીન માપણી કરી ખુંટા મારવાની આ પ્રક્રિયા આરોપી ભાઈઓ મહાવિરસિંહ અને તેજપાલસિંહને પસંદ આવી ન હતી. આ જૂની અદાવતનો ખાર રાખીને બંને આરોપીઓ મોટરસાયકલ પર સવાર થઈને વાડીએ ધસી આવ્યા હતા.

​વાડીએ પહોંચતાની સાથે જ બંને આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને ફરિયાદીના દીકરા હર્ષવર્ધનસિંહ અને ભાઈ જયપાલસિંહ પર છરીઓ વડે આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કરી દીધું હતું. તીક્ષ્ણ હથિયારના ગંભીર ઘા વાગવાના કારણે કાકા-ભત્રીજા બંને લોહીલુહાણ થઈને ઢળી પડ્યા હતા અને ગંભીર ઈજાઓને કારણે બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.



ડબલ મર્ડરની આ ઘટનાને પગલે ટંકારા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ફરિયાદી દિગ્વિજયસિંહની ફરિયાદના આધારે બંને શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જયપાલસિંહ ઝાલા ટંકારા તાલુકા ભાજપ સંગઠનમાં ઉપપ્રમુખ હતા શાંત સરળ અને સહજ સાથી ગુમાવ્યા

મેધપર ઝાલા ગામના ક્ષત્રિય અગ્રણી પરીવાર ના જયપાલસિંહ ઝાલા પ્રજા પશ્રને હમેશાં અગેસર રહી હકારાત્મક અને હેરાનગતી ન થાય માટે ચહેરા પર હાસ્ય રાખી પશ્ર્ન ઉકેલવાના મંત્ર સાથે કામ કરવાની ટેવ વાળા હતા થોડા મહિના પહેલાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અદકેરૂ જમીની કાર્ય કરી જનતાનો વિશ્વાસ મેળવ્યો હતો એમની હત્યા ના સમાચાર મળતાં સ્થાનિક નેતાઓ અને ધારાસભ્ય સતત ટેલિફોનિક સંપર્ક કરી તમામ સંગઠન હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાકા ભત્રીજા ની અંતિમ યાત્રા યોજાઈ ગઈ કાલે બનેલી ગામના જ્ઞાતી બંધુએ કરેલ ડબલ હત્યા બાદ પિ એમ અને પોલીસ કાર્યવાહી બાદ આજે સવારે મુતકના માદરે વતન મેધપર ઝાલા ગામે અંતિમ યાત્રા માં મોરબી જિલ્લા સર્વે સમાજના મોટી સંખ્યામાં આગેવાનો અને ગામ હિબકે ચડયું હતું આરોપી એજ ગામના હોય કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવયો છે.

 

Back to top button
error: Content is protected !!