GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી ગોકુળનગર પ્રાથમિક શાળા (પી એમ શ્રી ગુજરાત) ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન 25-26 યોજાયું 

MORBI મોરબી ગોકુળનગર પ્રાથમિક શાળા (પી એમ શ્રી ગુજરાત) ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન 25-26 યોજાયું

 

આધુનિક સમયમાં કોઈ પણ ક્ષેત્રના વિકાસમાં વૈજ્ઞાનિક અભિગમ ખૂબ જ મહત્વનો ફાળો ધરાવે છે. આથી શાળા અભ્યાસના સમયગાળા દરમ્યાન જ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અને ગાણિતિક અભિગમ કેળવાય, વિજ્ઞાન-ગણિત વિષયમાં રસ, રૂચી વધે અને વિવિધ સમસ્યા માટે વૈજ્ઞાનિક પદ્ધત્તિએ વિચારીને નવીન ઉકેલ તરફ વિચારતા થાય તે માટે શાળાઓમાં વિજ્ઞાન-ગણિત વિષયના શિક્ષણને પ્રવૃત્તિમય અને રસપ્રદ બનાવવાના આશય થી.“મેં સાંભળ્યું તો હું ભૂલી ગયો, મેં જોયું તો મને યાદ રહ્યું અને મેં કર્યું તો મને સમજાઈ ગયું”ના સિદ્ધાંત મુજબ શાળાઓમાં વિદ્યાર્થીઓને વધુમાં વધુ પ્રયોગ અને પ્રવૃત્તિઓ જાતે કરવાની તક મળે તે સુનિશ્ચિત કરવા અને વિધાર્થીઓ વિજ્ઞાન-ગણિત વિષયમાં રસ લઈને ભવિષ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં જોડાય તેવા હેતુસર આજ રોજ ગોકુલનગર પ્રાથમિક શાળા (પી એમ શ્રી ગુજરાત) ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું જેમાં ધોરણ 1 થી 8 ના વિધાર્થીઓએ વિવિધ 75 કૃતિઓ રજૂ કરેલ જે પ્રદર્શન જોવા વાલીગણ તેમજ ગોકુલનગરના રહેવાસીઓ બહોળી સંખ્યામાં પધાર્યા હતા.આ તકે આચાર્ય શ્રી વિનોદ ગોધાણી સાહેબ તેમજ તમામ શિક્ષકો અને શિક્ષિકાઓ ને ખૂબ ખૂબ અભિનંદન

Back to top button
error: Content is protected !!