GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA: ટંકારામાં યુવતી કોલેજ તથા સ્કૂલથી પરત ફરતી હોય તે સમયે પીછો કરનાર શખ્સ વિરુદ્ધ :ફરિયાદ નોંધાઈ




TANKARA ટંકારામાં યુવતી કોલેજ તથા સ્કૂલથી પરત ફરતી હોય તે સમયે પીછો કરનાર શખ્સ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.


ટંકારામાં રહેતી અને અભ્યાસ કરી રહેલ ૨૧ વર્ષીય યુવતીએ ટંકારા પોલીસ મથકમાં રોડ છાપ ટપોરી-રોમિયો સામે હિંમત દેખાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં યુવતી કોલેજ કે ટ્યુશનમાંથી પરત ફરતી હોય ત્યારે વાતચીત કરવાના ઇરાદે છેલ્લા એક માસથી તેનો પીછો કરી હેરાન કરતા આરોપી દિનેશ નાનજીભાઇ જાદવ રહે- ટંકારાવાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ઉપરોક્ત આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા કલમ ૭૮(૨) મુજબ ગુનો નોંધી આરોપી રોડ છાપ રોમિયોની અટકાયત કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.




