TANKARA:ટંકારાના ડેરીનાકા રોડ પર રાત્રિના સમયે બંધ મકાનમાં ચોરી: અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધાયો

TANKARA:ટંકારાના ડેરીનાકા રોડ પર રાત્રિના સમયે બંધ મકાનમાં ચોરી: અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધાયો
ટંકારાના ડેરીનાકા રોડ પર આવેલ બાલકૃષ્ણ લાલની હવેલી સામેના રહેણાંક વિસ્તારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા ૯૮,૩૦૫ની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટના અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ, ડેરીનાકા રોડ પર બાલકૃષ્ણ લાલની હવેલી સામે રહેતા વિનોદભાઈ મૂળજીભાઈ ગોહેલ (ઉ.વ.૬૪) ના રહેણાંક મકાનમાં ગત તા. ૦૫/૦૮/૨૦૨૬ના રાત્રીના આશરે ૧૨:૩૦ વાગ્યાથી વહેલી સવારના ૦૭:૩૦ વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ઘરના તાળા તોડી ઘૂસણખોરી કરી હતી.
તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી નીચે મુજબના મુદ્દામાલની ચોરી કરી હતી:સોનાની બુટી (૫ ગ્રામ – ૧ જોડ): કિંમત ₹૧૮,૭૦૫/-ચાંદીના સાંકળા (૪૦ ગ્રામ – ૨ જોડ): કિંમત ₹૯,૮૦૦/-ચાંદીના સિક્કા (૧૦ ગ્રામ – ૪ નંગ): કિંમત ₹૯,૮૦૦/રોકડ રકમ: ₹૧૦,૦૦૦/-આમ, તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ ₹૯૮,૩૦૫ નો મુદ્દામાલ ચોરીને ફરાર થઈ ગયા હતા.ઘટના સંદર્ભે વિનોદભાઈ ગોહેલની ફરિયાદના આધારે ટંકારા પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.








