TANKARA:ટંકારા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા નવનિર્વાચિત સદસ્ય હેતલબેન ગૌસ્વામીનું ભવ્ય સન્માન





TANKARA:ટંકારા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા નવનિર્વાચિત સદસ્ય હેતલબેન ગૌસ્વામીનું ભવ્ય સન્માન


ટંકારા: ટંકારા તાલુકા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા તાજેતરમાં એક ગરિમાપૂર્ણ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટંકારા નગરપાલિકામાં પ્રથમ વખત ચૂંટાઈ આવેલા મહિલા સદસ્ય હેતલબેન જિતેન્દ્રગીરી ગૌસ્વામીનું સમાજ દ્વારા ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે હેતલબેન વતી તેમના પ્રતિનિધિ જિતેન્દ્રગીરી ગૌસ્વામીએ સમાજ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વિશ્વાસ અપાવ્યો હતો કે, નગરપાલિકા દ્વારા થતા તમામ વિકાસલક્ષી કાર્યો અને સરકારી યોજનાઓના લાભો સમાજના દરેક વ્યક્તિ સુધી અને છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે તેઓ હંમેશા કાર્યરત રહેશે.
કાર્યક્રમમાં સમાજના સંગઠનની મજબૂતી અને પ્રોત્સાહન જોવા મળ્યું હતું. આ તકે:મુકેશગીરી (પ્રમુખ, ટંકારા તાલુકા દશનામ સમાજ) ધર્મેન્દ્રપુરી (ઉપપ્રમુખ, ટંકારા તાલુકા દશનામ સમાજ)સહિતના તમામ કારોબારી સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

સમાજના હોદ્દેદારોએ જિતેન્દ્રગીરી મનહરગીરી ગૌસ્વામી અને હેતલબેનનું સન્માન કરી આશીર્વાદ પાઠવ્યા હતા. મહાનુભાવોએ તેમના ઉજ્જવળ રાજકીય અને સામાજિક ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, તેઓ સદાય પ્રજાની સેવા માટે સમર્પિત રહી ટંકારાના વિકાસમાં મહત્વનું યોગદાન આપે.




