GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA ટંકારા તાલુકાની હડમતીયા શાળા પરિવારમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

TANKARA ટંકારા તાલુકાની હડમતીયા શાળા પરિવારમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી: વિદ્યાર્થીઓ અને શાળાઓની સિદ્ધિઓને બિરદાવાઈ

 

 

હડમતીયા, મોરબી, ૨૭ જૂન, ૨૦૨૫: આજે શ્રી માતૃશ્રી એમ.એમ. ગાંધી વિદ્યાલય, શ્રી હડમતીયા કન્યા તાલુકા શાળા અને શ્રી હડમતીયા કુમાર પ્રાથમિક શાળાના ઉપક્રમે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી અને વાલીઓને સરકારી શાળામાં પ્રવેશ લેવા પ્રોત્સાહિત કરાયા હતા.

કાર્યક્રમ દરમિયાન, શ્રી હડમતીયા કન્યા તાલુકા શાળાના ધોરણ ૫ માં CET પરીક્ષામાં મેરિટમાં સ્થાન મેળવનાર કુલ સાત વિદ્યાર્થીનીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.


હડમતીયા કન્યા શાળાના ધોરણ ૮ ના જ્ઞાન સાધના પરીક્ષામાં સફળ થયેલ ચાર વિદ્યાર્થીનીઓને** પણ ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયા તેમજ શ્રી પંકજ ભાઈ રાણસરિયા ના હસ્તે ઇનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

માતૃશ્રી એમ એમ ગાંધી વિદ્યાલયના ગત વર્ષના ધોરણ 10 માં એ A1 ગ્રેડ મેળવનાર પ્રથમ ત્રણ બાળકોને નાયબ નિયામક ઉચ્ચ શિક્ષણ વાઢેર સાહેબ દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ વિદ્યાર્થીનીઓમાં ડાભી દિવ્યા રણજીતસિંહ (૯૭.૭૬ PR), ખાખરીયા અંકિતા અશોકભાઈ (૯૭.૧૪ PR) અને ચાવડા ગાયત્રી હેમંતભાઈ (૯૭.૦૨ PR) નો સમાવેશ થાય છે, જેમણે શાળા અને ગામનું નામ રોશન કર્યું છે.

આ પ્રસંગે નાયબ શિક્ષણ નિયામક શ્રી વાઢેર સાહેબે પોતાના વક્તવ્યમાં વાલીઓને ટકોર કરી હતી કે, “વાલીઓએ પ્રાઇવેટ શાળાઓના ખોટા ખર્ચા બંધ કરીને, વિનામૂલ્યે ઉત્તમ શિક્ષણ આપતી સરકારી સંસ્થાઓમાં પોતાના બાળકોને પ્રવેશ અપાવવા વિનંતી કરી.”

આ સાથે, એમ.એમ. ગાંધી વિદ્યાલય ની શૈક્ષણિક પ્રગતિને પણ ઉજાગર કરવામાં આવી. શાળાએ માર્ચ ૨૦૨૩ માં ૬૧.૫૪% પરિણામ મેળવ્યું હતું, જે માર્ચ ૨૦૨૪ માં વધીને ૮૯.૬૬% થયું હતું અને ગત વર્ષ ફેબ્રુઆરી ૨૦૨૫ માં ૧૦૦% પરિણામ મેળવીને અસાધારણ સિદ્ધિ હાંસલ કરી હતી.

હડમતીયા ગામના આગેવાન શ્રી પંકજભાઈ રાણસરિયા દ્વારા પણ આ વાતને સમર્થન આપવામાં આવ્યું કે, આવી વિનામૂલ્ય શિક્ષણ આપતી સંસ્થાઓમાંથી પ્રેરણા લઈને વાલીઓ પ્રાઇવેટ શાળા પાછળની “ઘેલછા” દૂર કરે અને ખોટા ખર્ચા કરવાનું બંધ કરે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

આ કાર્યક્રમ દ્વારા શિક્ષણનું મહત્વ, સરકારી શાળાઓના શિક્ષકોની ગુણવત્તા અને વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવવામાં આવી, જે સમાજમાં શિક્ષણ પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવવામાં મદદરૂપ થશે.

Back to top button
error: Content is protected !!