TANKARA:મિત્રતામાં તિરાડ રાજકોટ આવવાની ના પાડતા મિત્રની સ્કોર્પિયોમાં તોડફોડ, જાનથી મારી નાખવાની ધમકી





TANKARA:મિત્રતામાં તિરાડ રાજકોટ આવવાની ના પાડતા મિત્રની સ્કોર્પિયોમાં તોડફોડ, જાનથી મારી નાખવાની ધમકી

ટંકારા: મિત્રતામાં સામાન્ય અણબનાવ ક્યારેક કેટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે, તેનો જીવતો જાગતો કિસ્સો ટંકારા તાલુકાના હડમતીયા ગામે પ્રકાશમાં આવ્યો છે. માત્ર સાથે કાર લેવા આવવાની ના પાડવા જેવી બાબતે ઉશ્કેરાયેલા શખ્સોએ લગ્ન પ્રસંગમાં આવેલી સ્કોર્પિયો કારના કાચ તોડી આશરે રૂ. ૩૦,૦૦૦ નું નુકસાન પહોંચાડ્યું છે.

મળતી માહિતી મુજબ, મૂળ વાંકાનેરના કોઠારીયા ગામના વતની અને હાલ મોરબીમાં રહેતા સાગરભાઈ નરેન્દ્રભાઈ ચાવડા (ઉ.વ. ૨૮) ગતરોજ હડમતીયા ગામે એક મિત્રના લગ્ન પ્રસંગમાં પોતાની સ્કોર્પિયો કાર (નંબર: GJ-38-AP-5557) લઈને ગયા હતા.
આ દરમિયાન જૂના ઝગડાનો ખાર રાખી આરોપીઓએ હુમલો કર્યો હતો. અગાઉ સાગરભાઈએ રાજકોટ કાર લેવા સાથે આવવાની ના પાડી હતી, જેનું મનદુઃખ રાખીને આરોપીઓએ આ કૃત્ય આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.ફરિયાદી સાગરભાઈએ ટંકારા પોલીસ સ્ટેશનમાં નીચે મુજબના શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે:પારસ ઉર્ફે સુલતાન વાઘેલા (રહે. રફાળેશ્વર, મોરબી)વી.એમ. દાફડા (રહે. લિલાપર, મોરબી) આરોપીઓએ ધોકા વડે સ્કોર્પિયો કારના આગળ, પાછળ અને સાઈડના કાચ તોડી નાખ્યા હતા. આ ઉપરાંત, આરોપી પારસએ સાગરભાઈને જાહેરમાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.ટંકારા પોલીસે સાગરભાઈની ફરિયાદના આધારે બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી, ધોરણસરની અટકાયત કરવા અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.




