BHARUCHJHAGADIYA

ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે માધવપરા અંડરપાસ રેલવે ગરનાળામાં ભર શિયાળે પાણીનો ઝમેલો !

ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે માધવપરા અંડરપાસ રેલવે ગરનાળામાં ભર શિયાળે પાણીનો ઝમેલો !

 

બાજુનું ગરનાળુ નીચુ હોવાથી મોટા વાહનોને જવા આવવા બનાવેલ અંડરપાસ ગરનાળામાં ભરાઇ રહેતા પાણીને લઇને હાલાકિ

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે માધવપરા ફાટક નજીક રેલવે લાઇન પર આવેલ ગરનાળુ નીચુ હોઇ તેમાંથી મોટા વાહનો પસાર થઇ શકે તેમ ન હોવાથી તેની બાજુમાં અંડરપાસ ગરનાળુ બનાવવામાં આવેલ છે,જેથી જીએમડીસી ચોકડી મુખ્ય ધોરીમાર્ગ પરથી રાજપારડી માધવપરા વિસ્તારમાં જવા આવવાવાળા વાહનો આ અંડરપાસ ગરનાળામાંથી આવજાવ કરી શકે. હાલમાં ચોમાસું ગયે મહિનાઓ વિતી ગયા છે,અને શિયાળો પુરો થઇને ઉનાળાની શરૂઆત થઇ રહી છે,ત્યારે હાલમાં આ માધવપરા અંડરપાસ ગરનાળામાં પાણીનો ભારે ભરાવો જમા થયેલ હોવાથી ગરનાળું જાણે હાલ પણ ચોમાસાની અસર હેઠળ હોય એમ લાગે છે ! રાજપારડીના ગ્રામ પંચાયત સદસ્ય નિલેશભાઇ સોલંકીના જણાવ્યા મુજબ આ અંડરપાસ ગરનાળામાં પાણીનો ભારે ભરાવો થયેલ હોવાથી રાજપારડીના સ્થાનિક વાહન ચાલકો ઉપરાંત અન્ય વાહન ચાલકો ભારે હાલાકિનો સામનો કરી રહ્યા છે.ઉલ્લેખનીય છેકે અંકલેશ્વર રાજપિપલા વચ્ચેની આ રેલવે કોરોના સમયથી બંધ હાલતમાં છે,ત્યારે બંધ પડેલ રેલવે લાઇન પરના ગરનાળા હાલ કેવી સ્થિતિમાં છે તે જોવાની કાળજી કેમ નથી લેવાતી ? રાજપારડીના આ માધવપરા અંડરપાસ ગરનાળામાં હાલ પાણીની આટલી બધી જમાવટ કેવી રીતે થઇ છે અને પાણી ક્યાંથી આવી રહ્યું છે તેની જરૂરી તપાસ કરીને વાહન ચાલકોને પડતી હાલાકિ નિવારાય તેવી તાકીદની જરૂર જણાઇ રહી છે. મળતી વિગતો મુજબ નજીકના કોતરમાંથી ગરનાળામાં પાણી આવતું હોવાની સંભાવના છે,ત્યારે રેલવે સત્તાવાળાઓ તાકીદે આ અંડરપાસ ગરનાળામાં ભરાયેલ પાણી બહાર કાઢીને ફરીથી પાણી ના ભરાય તે માટે યોગ્ય કરવા આગળ આવે તેવી માંગ લોકોમાં જણાઇ રહી છે.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!