TANKARA:ટંકારા નેકનામ-સખપર રોડ ઉપર બાવળની કાંટમાંથી વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
TANKARA:ટંકારા નેકનામ-સખપર રોડ ઉપર બાવળની કાંટમાંથી વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
ટંકારા પોલીસ મથક ટીમ નાઈટ રાઉન્ડ કોમ્બીંગમાં હોય તે દરમિયાન બાતમી મળી કે નેકનામ-સખપર રોડ ઉપર પડતર જમીનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી તેનું વેચાણ થઈ રહ્યું હોય જે બાતમીને આધારે પોલીસે નેકનામ થી સખપર ગામની સીમમાં રેઇડ કરતા જ્યાં નજીકમાં આવેલ પડતર જમીનમાં એક ઈસમ દ્વારા શંકાસ્પદ હિલચાલ કરતો જોવામાં આવ્યો હતો ત્યારે પોલીસને દૂરથી આવતા જોઈ ઉપરોક્ત ઈસમ ભાગવા જતા આરોપી કલ્પેશભાઈ જેરામભાઈ દારોદરા ઉવ.૩૩ રહે.રાજકોટ કોઠારીયાવાળાને પકડી લેવામાં આવ્યો હતો.
પોલીસે સ્થળ ઉપરથી બાવળની કાંટમાં છુપાવી રાખેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી ૧૦૩૫ બોટલ તથા બિયરના ૯૦ નંગ ટીન સહિત કુલ ૧૧૨૫ બોટલ કિ.રૂ.૨,૧૪,૪૪૦/- તેમજ આરોપી કલ્પેશભાઈ પાસેથી એક મોબાઇલ સહિત કુલ કિ.રૂ.૨,૧૯,૪૪૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે પકડાયેલ આરોપી કલ્પેશભાઈની સઘન પૂછતાછમાં આ વિદેશી દારૂ-બિયરનો જથ્થો આરોપી આશીફભાઈ કડીવાર રહે રાજકોટવાળો અહીં વેચાણ માટે ઉતારી ગયો હોવાની કબૂલાત આપી હતી. હાલ ટંકારા પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.