GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારાના વિરપર-લીલાપર રોડ પર ગણતરીના દિવસોમાં જ દબાણ.?

 

TANKARA:ટંકારાના વિરપર-લીલાપર રોડ પર ગણતરીના દિવસોમાં જ દબાણ.?

 

ટંકારા તાલુકાના વિરપર થી લીલાપર વચ્ચે જિલ્લા પંચાયત હસ્તક તાજેતરમાં જ નવો ‘ઓરપેટ રોડ’ બનાવવામાં આવ્યો છે. રોડનું કામ પૂરું થયાને હજુ ગણતરીના દિવસો જ થયા છે, ત્યાં જ આ રોડ પર આવેલ એક પુલિયાની બાજુમાં માટી મોરમ નાખી દબાણ કરવામાં આવ્યું છે જે અંગે તંત્રનો સંપર્ક અમે સાધતા જણાવ્યું કે આ દબાણ અમારા દ્વારા થયેલ નથી પણ અમે ટુક સમયમાં હટાવી લેશુ

સુત્રો દ્વારા મળતી મળતી માહિતી મુજબ વિરપર ગામ નજીક મઢુલી પાસે આવેલ આ પુલિયું ખાસ કરીને ચારેય તરફથી આવતા વરસાદી કે કુદરતી પાણીનો યોગ્ય નિકાલ થાય તે હેતુથી બનાવવામાં આવ્યું હતું. પુલિયાની એક બાજુથી  માટી મોરમ નાખી ઉપરથી આવતા પાણીનો નિકાલ તદ્દન બંધ કરી દેવામાં આવ્યો.છે

અધિકારીનો સંપર્ક કરતા – આ સમગ્ર વિવાદ અંગે જ્યારે R&B (માર્ગ અને મકાન) વિભાગના અધિકારી સાથે વાતચીત કરવામાં આવી, ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ માટી મોરમ અમારા દ્વારા નાખવામાં આવ્યું નથી બે દિવસ પહેલા”આ દબાણ અંગે ધ્યાન પર આવ્યું છે અને ટૂંક સમયમાં જ અમે આ દબાણ હટાવી લેશું.”માત્ર દબાણ હટાવવું પૂરતું છે કે શિસ્તભંગની કાર્યવાહી થશે? તંત્ર દ્વારા દબાણ હટાવવાની ખાતરી તો આપવામાં આવી છે,હવે જોવાનું એ રહ્યું કે સંબંધિત તંત્ર ક્યારે દબાણ દૂર કરે છે..

Back to top button
error: Content is protected !!