MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા તાલુકા પંચાયતને મળ્યા નવા સુકાની: પ્રમુખ તરીકે દિવ્યેશભાઈ નમેરા અને ઉપપ્રમુખ પદે ઊર્મિલાબા જાડેજાની વરણી

 

TANKARA:ટંકારા તાલુકા પંચાયતને મળ્યા નવા સુકાની: પ્રમુખ તરીકે દિવ્યેશભાઈ નમેરા અને ઉપપ્રમુખ પદે ઊર્મિલાબા જાડેજાની વરણી

ટંકારા તાલુકા પંચાયતના નવા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની વરણી પ્રક્રિયા વિધિવત રીતે સંપન્ન થઈ છે. તાલુકાના વિકાસ કાર્યોને વેગ આપવા માટે નવા પદાધિકારીઓની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે, જેને સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા ઉત્સાહભેર વધાવી લેવામાં આવી છે.

પ્રમુખ: દિવ્યેશભાઈ પરસોત્તમભાઈ નમેરા – ઉપપ્રમુખ: ઊર્મિલાબા કૃષ્ણસિંહ જાડેજા – કારોબારી ચેરમેન: ગૌરીબેન રસિકભાઈ દેત્રોજા – વિકાસના કાર્યોને મળશે નવી ગતિ

નવનિયુક્ત પ્રમુખ દિવ્યેશભાઈ નમેરા અને તેમની ટીમે પદભાર સંભાળતા જ જણાવ્યું હતું કે, તાલુકાના છેવાડાના ગામડાઓ સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવો અને પ્રજાલક્ષી કાર્યોને પ્રાથમિકતા આપવી એ તેમનો મુખ્ય લક્ષ્યાંક રહેશે.

નવા હોદ્દેદારોની વરણી થતાં જ ટંકારા રાજકીય અને સામાજિક વર્તુળોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. શુભેચ્છકો અને કાર્યકરો દ્વારા નવા પદાધિકારીઓને ફૂલહાર પહેરાવી અને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરવામાં આવી હતી, તેમજ આગામી સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!