GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA :ટંકારા ભાજપમાં મોટો રાજકીય ભૂકંપ, પૂર્વ પ્રમુખ સહિતના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા!

 

TANKARA :ટંકારા ભાજપમાં મોટો રાજકીય ભૂકંપ, પૂર્વ પ્રમુખ સહિતના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા!

 

મોરબી જિલ્લાના ટંકારા તાલુકા ભાજપમાં મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. સ્થાનિક સંગઠન અને કામગીરીથી નારાજ થઈને ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ સહિતના દિગ્ગજ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ કમળનો સાથ છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કરી લેતા સ્થાનિક રાજકારણમાં જોરદાર ચર્ચા જાગી છે.આ દિગ્ગજ નેતાઓએ બદલ્યો પક્ષ : નથુભાઈ કડીવાર (પૂર્વ પ્રમુખ, ટંકારા તાલુકા ભાજપ) લાલજીભાઈ દેત્રોજા (ઉપપ્રમુખ, ટંકારા તાલુકા ભાજપ) ઉમેશભાઈ ગોહિલ (કોષાધ્યક્ષ, ટંકારા તાલુકા ભાજપ) આ ટોચના હોદ્દેદારોની સાથે તેમના સમર્થકો અને મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાઈ જતાં ભાજપને મોટો ફટકો પડ્યો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજીનામું આપનાર આગેવાનો લાંબા સમયથી પક્ષની નીતિઓથી નારાજ હતા. પક્ષ પલટા પાછળ મુખ્યત્વે આ કારણો સામે આવી રહ્યા છે. વિસ્તારના ખેડૂતોની રજૂઆતો પ્રત્યે તંત્ર અને પક્ષની ઉદાસીનતા.: સ્થાનિક સ્તરે ટિકિટોની ફાળવણીને લઈને કાર્યકરોમાં છૂપો રોષ : સંગઠનના કામકાજ અને આંતરિક નિર્ણયોમાં પાયાના કાર્યકરોની થઈ રહેલી અવગણના. ચૂંટણીઓ અને સ્થાનિક સમીકરણો વચ્ચે ટંકારા ભાજપના આ મજબૂત ગઢમાં પડેલું ગાબડું આગામી દિવસોમાં મોટા ફેરફારો લાવી શકે છે. નારાજ આગેવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કરતા જ ટંકારા સહિત સમગ્ર મોરબી જિલ્લાના રાજકીય વર્તુળોમાં હવે નવી ચર્ચાઓ અને સમીકરણો મંડાવાના શરૂ થઈ ગયા છે.

Back to top button
error: Content is protected !!