TANKARA:ટંકારા ડેમી-2 ડેમના 2 દરવાજા ખોલાયા, હેઠવાસના 6 ગામોને સાવચેત રહેવા સૂચના







TANKARA:ટંકારા ડેમી-2 ડેમના 2 દરવાજા ખોલાયા, હેઠવાસના 6 ગામોને સાવચેત રહેવા સૂચના


મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલી ડેમી-2 સિંચાઈ યોજનાના ૨ દરવાજા આજે સવારે ખોલવામાં આવ્યા છે. ડેમના હેઠવાસમાં આવેલા ચેકડેમોને પાણીથી સમૃદ્ધ કરવા માટે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ડેમના હેઠવાસમાં આવેલા ચેકડેમો ભરવા માટે કુલ 15 MCFT પાણી છોડવાની દરખાસ્તને ગુજરાત સરકારના નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ (સચિવાલય, ગાંધીનગર) દ્વારા મંજૂરી મળતા જ આ પગલું ભરવામાં આવ્યું છે.

ડેમની વર્તમાન સ્થિતિ અને ડિસ્ચાર્જ:હાલનું લેવલ: 45.20 મીટર ગ્રોસ જથ્થો: 233.05 MCFT 2 દરવાજા (1 ફૂટ સુધી) પાણીનો પ્રવાહ: 1101 ક્યુસેક (ડિસ્ચાર્જ ) ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી વહીવટી તંત્ર દ્વારા હેઠવાસના નીચે મુજબના ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા કડક સૂચના આપવામાં આવી છે:ટંકારા સીતપર, નાના રામપર, મોટા રામપર ચાંચાપર, ખાનપર, કોયલી નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા નાગરિકોને ખાસ તકેદારી રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા સેક્સન ઓફિસર દ્વારા જણાવાયું છે.



