MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતિ સ્મારક ટ્રસ્ટ દ્વારા રાત્રિપ્રકાશ વોલીબોલ શુટીંગ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્યું 

TANKARA:ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતિ સ્મારક ટ્રસ્ટ દ્વારા રાત્રિપ્રકાશ વોલીબોલ શુટીંગ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્યું

 

 

શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતિ સ્મારક ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દયાનંદ સરસ્વતિના જન્મ જંયતિ નિમિત્તે રાત્રિપ્રકાશ વોલીબોલ શુટીંગ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવતું હોય છે.

આ ટુર્નામેન્‍ટમાં 16 ટીમો એ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો જેમાં વિજેતા ટીમ અને રનર્સઅપ ટીમને શીલ્ડ અને પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવેલ શહેરી કેટેગરીમાં બેસ્ટ શૂટર દિલીપભાઈ ગોહેલ, બેસ્ટ નેટી રાણીપા જીજ્ઞેશભાઈ અને વિડજા સંતોષભાઈ બેસ્ટ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્‍ટ બનેલ.

ગ્રામિણ કેટેગરીમાં બેસ્ટ શૂટર સંજયભાઈ ભાલોડીયા, બેસ્ટ નેટી સતિષભાઈ ગડારા અને ભાલોડીયા અલ્પેશભાઈ બેસ્ટ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્‍ટ થયેલ.

આ ટુર્નામેન્‍ટને સફળ બનાવવા માટે દિપકભાઈ વ્યાસ, ગજેન્‍દ્રભાઈ કારેલીયા અને દેવકુમાર પડસુંબીય સહિત આર્યવીર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવેલ.
મેચમાં અમિતભાઈ પટેલ અને દિલીપભાઈ ગાહેલ, જીજ્ઞેશ રાણીપા એ રેફરી તરીકેની સેવા આપી હતી.
મહાનુભાવોના હસ્તે ઋષિ બોધોત્સવની પૂર્વ સંધ્યાએ દરેક વિજેતા અને રનર્સઅપના ખેલાડીઓને શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ.

Back to top button
error: Content is protected !!