
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા : ગુણવત્તાવાળા CCTV કેમેરા ન લગાવવાના કારણે હોટલ માલિક સામે SOGની કાર્યવાહી – “મા ખોડલ માતેશ્વરી” નામની હોટલમાં ચેકિંગ
રાજ્ય સરકાર ના ગૃહ વિભાગ દ્વારા નક્કી કરેલ ગુણવત્તાવાળા સી.સી.ટી.વી. કેમેરા હોટલમાં ન લગાવી અરવલ્લી જિલ્લાના મેજિસ્ટ્રેટ ના જાહેરનામાનો ભંગ કરનાર હોટલ માલિકને એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડ્યો છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) તથા અરવલ્લી જિલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા ના માર્ગદર્શન હેઠળ, જિલ્લાના મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.આ સૂચનાના અનુસંધાને એચ.પી. ગરાસિયા, પોલીસ ઇન્સ્પેક્ટર, એસ.ઓ.જી. અરવલ્લી–મોડાસાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. અરવલ્લી પોલીસ દ્વારા મોડાસા–ધનસુરા હાઈવે રોડ પર શીકા ગામ ચોકડી ખાતે આવેલ “મા ખોડલ માતેશ્વરી” નામની હોટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.ચેકિંગ દરમિયાન હોટલના માલિકે પોતાની હોટલમાં રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા નક્કી કરેલ ગુણવત્તાવાળા સી.સી.ટી.વી. કેમેરા ન લગાવ્યા હોવાનું બહાર આવ્યું હતું, જે બાબતે અરવલ્લી જિલ્લાના મેજિસ્ટ્રેટ ના જાહેરનામાનો ભંગ થયો હોવાનું સાબિત થયું.આ મામલે હોટલ માલિક કૈલાશભાઈ રતનભાઈ જાટ (ઉંમર ૨૮ વર્ષ) રહે. હાલ – શીકા ચોકડી, તા. ધનસુરા, જી. અરવલ્લી (મૂળ રહે. કુંભારોકી ગલી, ચાવંડ, તા. સરાડા, જી. ઉદેપુર, રાજસ્થાન) વિરુદ્ધ ધનસુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૨૨૩ મુજબ ગુનો નોંધાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પકડાયેલ ઇસમ:
કૈલાશભાઈ રતનભાઈ જાટ (ઉં.વ. ૨૮)
રહે. હાલ – શીકા ચોકડી હોટલ, તા. ધનસુરા, જી. અરવલ્લી
મૂળ રહે. કુંભારોકી ગલી, ચાવંડ, તા. સરાડા, જી. ઉદેપુર (રાજસ્થાન)




