BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરૂચ: જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીઓને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરના લીમડી ચોક વાઘરીવાડ વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેથી ગલીમાં કેટલાંક શખ્સો જાહેરમાં જુગાર રમતાં હોવાની બાતમી પોલીસને મળતાં ટીમે સ્થળ પર દરોડો પડી જુગાર રમતાં સુકા ઉર્ફે લોઇડ છોટુ વસાવા, જૂનેદ અનવર કુરેશી, પૂર્વેશ ખોડા વસાવા તેમજ વિક્કી ભલુ સોલંકી નામના ચાર જુગારિયાઓને જાહેરમાં જુગાર રમતાં ઝડપી પાડયાં હતાં. ટીમે તેમની અંગઝડતીમાંથી તેમજ દાવપર લાગેલાં મળી કુલ રોકડા 10 હજાર જપ્ત કરી તમામને સળિયા પાછળ ધકેલી દીધા હતાં. પોલીસે તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે



