MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના રફાળેશ્વર નજીકથી રીક્ષા ચોરી કરનાર આરોપી ઝડપાયો

 

MORBI:મોરબીના રફાળેશ્વર નજીકથી રીક્ષા ચોરી કરનાર આરોપી ઝડપાયો

 

મોરબી તાલુકા પોલીસે વાહન ચોરીનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે. રફાળેશ્વર નજીકથી ચોરાયેલી સીએનજી રીક્ષા સાથે એક આરોપીને જામનગર-ખંભાળિયા હાઈવે પરથી ગણતરીના દિવસોમાં જ દબોચી લેવામાં આવ્યો છે. પોલીસે ચોરીમાં ગયેલી રીક્ષા કબજે કરી આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે, મોરબી તાલુકાના રફાળેશ્વર જીઆઇડીસી નજીક હાઇવે ઉપર એક સીએનજી રીક્ષા ચાલક પોતાની રીક્ષા ઊભી રાખીને ચા પીવા ગયો હતો. આ દરમિયાન રીક્ષાની ચાવી અંદર જ રહી ગઈ હતી. ત્યાં મુસાફરના સ્વાંગમાં બેઠેલા એક ઈસમે તકનો લાભ ઉઠાવ્યો હતો અને રીક્ષાની ચોરી કરીને નાસી છૂટ્યો હતો. આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં વાહનચોરીનો ગુનો નોંધાયો હતો.

ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને મોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ (બાતમીદારો)ની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું.તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ માહિતી મળતા જામનગર-ખંભાળિયા હાઈવે પર જાખર ગામના પાટિયા નજીકથી આરોપીને ચોરાયેલી રીક્ષા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.રૂપિયા ૨ લાખનો મુદ્દામાલ જપ્ત પકડાયેલ આરોપી કલ્પેશભાઈ ભુરાભાઈ પરમાર  ગવરીદળ, તા. રાજકોટ (મૂળ રહે. છતર, તા. ટંકારા) કબજે કરેલ વાહન: સીએનજી રીક્ષા (રજી. નં. જીજે-૩૬-ડબલ્યુ-૪૫૪૩) કુલ કિંમત: અંદાજે રૂ. ૨,૦૦,૦૦૦/- (બે લાખ) મોરબી તાલુકા પોલીસે અંદાજે ૨ લાખની કિંમતની રીક્ષા કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ આ શખ્સ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!