MORBI- મોરબીના બેલા ગામે સીરામીકમાંથી લગ્નની લાલચે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપી વલસાડથી ઝડપાયો




MORBI- મોરબીના બેલા ગામે સીરામીકમાંથી લગ્નની લાલચે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપી વલસાડથી ઝડપાયો


મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ગઈ તા.૨૧ જાન્યુ. ના રોજ આશરે સાતેક વાગ્યા પહેલા મોરબી તાલુકા બેલા ગામની સીમ ખોખરા હનુમાન રોડ લીડસન સીરામીકમાં બનેલ છે, જેમાં આરોપી વિશાલ ગોરધનસિંગ મેઘવાલ મધ્યપ્રદેશ વાળાએ ફરીયાદીની સગીરવયની દિકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી, અપહરણ કરી લઇ જઈ આરોપી વિશાલ ગોવર્ધનભાઇ વર્માએ અવારનવાર શરીર સંબંધ બાધી બળાત્કાર કરેલ હોય, ત્યારે સમગ્ર ગુનોની તપાસમાં, અન્ય આરોપી અશોકભાઈ ગોરીલાલ વર્માએ આરોપી વિશાલ અને ભોગબનનારને રહેવાની વ્યવસ્થા કરી આપી ગુનો કરવામાં મદદગારી કરી હોય જે મુજબની ફરિયાદ ગઈ તા.૧૯ માર્ચના રોજ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ હતી.ઉપરોક્ત ગુનાની ગંભીરતા ધ્યાને લઇ મોરબી તાલુકા પોલીસ મથક પીઆઇ એસ.કે.ચારેલ એ અલગ-અલગ પોલીસ ટીમો બનાવીને આરોપીને શોધી કાઢવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય જે અનુસાર હેડ કોન્સ. મહાવિરસિંહ પરમાર, કોન્સ.ભગીરથભાઇ લોખીલ તથા મહેન્દ્રસિંહ ચુડાસમાએ ટેકનીકલ વર્ક તથા હ્યુમન સોર્સથી માહિતી મેળવી આરોપી વિશાલ ગોરધનસિંગ મેઘવાલ (વર્મા) ઉવ-૧૯ રહે-ગામ માવાસા તા.ખુજનેર જી.રાજગઢ મધ્યપ્રદેશ વાળાને વલસાડ જીલ્લાના ચનોઇ ગામે સિધ્ધાર્થ કોલ્ડ સ્ટોરેજ ખાતેથી શોધી લઈને, આરોપીને હસ્તગત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.




