MORBIMORBI CITY / TALUKOWANKANER

MORBI:મોરબી પ્રોહિબિશનના ગુનામાં નાસતો-ફરતો આરોપી ગુંદાળાથી ઝડપાયો

 

MORBI:મોરબી પ્રોહિબિશનના ગુનામાં નાસતો-ફરતો આરોપી ગુંદાળાથી ઝડપાયો

મોRબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમને નાસતા-ફરતા ગુનેગારોને પકડી પાડવામાં વધુ એક મોટી સફળતા મળી છે. વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના (પ્રોહિબિશન) ગુનામાં લાંબા સમયથી પોલીસને થાપ આપી નાસતા-ફરતા એક આરોપીને એલ.સી.બી.ની ટીમે બાતમીના આધારે રાજકોટ જિલ્લાના ગુંદાળા ગામેથી દબોચી લીધો છે.

મળતી વિગતો મુજબ, વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી) અને ૮૧ મુજબ ગુનો દાખલ થયો હતો, જેમાં આરોપી પ્રવિણભાઇ શીવાભાઈ જોગરાજીયા (રહે. ગુંદાળા, તા. વીંછીયા, જી. રાજકોટ) આજદિન સુધી પોલીસ પકડથી દૂર ભાગતો ફરતો હતો.

દરમિયાન મોરબી એલ.સી.બી. પોલીસને સંયુક્ત રીતે ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, આ ગુનાનો વોન્ટેડ આરોપી પ્રવિણભાઇ હાલ પોતાના વતન ગુંદાળા ગામે આવ્યો છે અને ત્યાં જ હાજર છે.

બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે તાત્કાલિક રાજકોટ જિલ્લાના વીંછીયા તાલુકાના ગુંદાળા ગામે વોચ ગોઠવી દરોડો પાડ્યો હતો. પોલીસે સફળતાપૂર્વક આરોપી પ્રવિણભાઇ શીવાભાઈ જોગરાજીયાને તે જ સ્થળેથી ઝડપી લીધો હતો.આરોપીને પકડી પાડ્યા બાદ તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા અને અટકાયત કરવા માટે તેને વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!