MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના ધુનડા ગામની સીમમાંથી થયેલ કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલાયો

 

TANKARA:ટંકારાના ધુનડા ગામની સીમમાંથી થયેલ કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલાયો: મોરબી એલ.સી.બી. અને ટંકારા પોલીસે રૂ. ૮૨,૫૦૦ ના મુદ્દામાલ સાથે એક આરોપીને દબોચ્યો

 

મોરબી: સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી અને મોરબી જિલ્લા પોલીસ અધીક્ષક શ્રી દ્વારા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા આપેલ કડક સૂચના અન્વયે મોરબી એલ.સી.બી. અને ટંકારા પોલીસની સંયુક્ત ટીમે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ખાનગી રાહે મળેલ ચોક્કસ બાતમીના આધારે ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારના ધુનડા (સ) ગામની સીમમાં આવેલ તળાવમાંથી મોટરના કોપર કેબલ વાયરની ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં શોધી કાઢવામાં આવ્યો છે.પોલીસે સઘન કાર્યવાહી કરીને ગુનામાં સંડોવાયેલ એક મુખ્ય આરોપી મહાવીરભાઈ મનોજભાઈ રાઠોડ (રહે. મોરબી-૨, આઠ ઓરડી) ને મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે. જ્યારે ચોરીમાં સામેલ અન્ય ત્રણ સહ-આરોપીઓ (૧) વિપુલ આનંદભાઈ આમરોણીયા, (૨) દાદા અને (૩) મામા (તમામ રહે. રાજકોટ) તથા કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.જપ્ત કરાયેલ મુદ્દામાલ:ઇલેક્ટ્રિક મોટરનો કોપર કેબલ વાયર (આશરે ૧૫૦ ફૂટ, વજન ૨૨ કિગ્રા).ગુનામાં ઉપયોગમાં લેવાયેલ મોટર સાયકલ, રીક્ષા તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૮૨,૫૦૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!