MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી તાલુકાના પીપળી ગામથી અજાણ્યા પુરુષની લાશ મળી; મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ

 

MORBI:મોરબી તાલુકાના પીપળી ગામથી અજાણ્યા પુરુષની લાશ મળી; મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ

મૃતકના વાલીવારસ બાબતે કોઈ માહિતી હોય તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અનુરોધ

 

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પીપળી ગામેથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. આશરે ૪૦ થી ૪૫ વર્ષની ઉંમર ધરાવતો આ અજાણ્યો પુરુષ તારીખ ૨૦/૦૫/૨૦૨૬ ના રોજ સવારે ૧૧-૪૦ વાગ્યા પહેલાના કોઈપણ સમયે મોરબી તાલુકાના પીપળી ગામમાં આવેલ મચ્છુ માતાની ડેરી સામેના ખુલ્લા પ્લોટમાં કોઈ કારણોસર મરણ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે મૃતકની લાશનું મોરબી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ (P.M.) કરાવીને હાલ મૃતદેહને મોરબી સરકારી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમમાં રાખવામાં આવ્યો છે.

 

મરણ જનાર વ્યક્તિના નામની કે તેના કોઈ સગા-સંબંધીની હજુ સુધી કોઈ ઓળખ થઈ શકી નથી. આ બિનવારસી મૃતકની લાશની ઓળખ થઈ શકે અને તેના વાલીવારસ મળી રહે તે હેતુથી મોરબી તાલુકા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. આ મૃતક વ્યક્તિ અંગે કોઈ પણ પ્રકારની માહિતી કે ઓળખ મળે તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ફોન નં:૬૩૫૯૬૨૬૦૬૬ અથવા તપાસ કરનાર અધિકારીશ્રી પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.એમ. ગરીયાના મો.નં: ૯૬૦૧૧૪૬૭૭૦ ઉપર તાત્કાલિક સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!