GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લામાં આઈ.ટી.આઈ. ખાતે પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયા શરૂ; ૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે

MORBI:મોરબી જિલ્લામાં આઈ.ટી.આઈ. ખાતે પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયા શરૂ; ૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે

 

 

ઉમેદવારો https://itiadmission.gujarat.gov.in પર ઓનલાઇન ભરી પ્રવેશ મેળવી શકશે

 

ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ નિયામકશ્રી રોજગાર અને તાલીમ હેઠળની મોરબી જિલ્લાની સરકારી આઈ.ટી.આઈ. મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા, તથા વાંકાનેર, ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના કોર્ષ/ વ્યવસાયોમાં પ્રવેશ વર્ષ – ૨૦૨૫ માટેની પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયા માટે તારીખ ૨૪/૦૪/૨૦૨૫ થી ૩૦/૦૬/૨૦૨૫ સુધી ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરી શકાશે

ઉમેદવાર ઈન્ટરનેટના માધ્યમથી https://itiadmission.gujarat.gov.in વેબ સાઈટ પરથી ઓનલાઈન પ્રવેશફોર્મ ભરી શકશે તેમજ રૂ. ૫૦ રજીસ્ટ્રેશન ફી 1.Internet Banking. 2.Credit Card 3.UPI ID – UPI QR Code. 4.NEFT. વગેરે માધ્યમ દ્વારા ભરી શકશે. અથવા તો ઉક્ત સંસ્થાઓ પૈકી નજીકની કોઇ પણ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે. જિલ્લાના દરેક આઈ.ટી.આઈ. ખાતે ૧૦:૦૦ થી ૦૫:૦૦ દરમિયાન ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવા તેમજ આઈ.ટી.આઈ. વિશે માર્ગદર્શન આપવા માટે માર્ગદર્શન સેન્ટર કાર્યરત રહેશે. વધુ માહિતી માટે સંસ્થાની https://itimorbi.gujarat.gov.in/ વેબ સાઈટની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવે છે.

ઉમેદવારે ઓનલાઇન પ્રવેશ ફોર્મ માટે (૧) ધો-૦૮/૦૯/૧૦ ની માર્કશીટ (૨) શાળા છોડયાનું પ્રમાણપત્ર (૩) જાતી/ કેટેગરી પ્રમાણપત્ર (ST/SC/SEBC/EWS), (૪) દિવ્યાંગ ઉમેદવારો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, (૫) રાજ્ય બહારના ઉમેદવારો માટે ડોમીસાઈલ સર્ટીફિકેટ, (૬) આધાર કાર્ડ, (૭) પાસપોર્ટ સાઇઝ ફોટો સહિત જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલો સાથે લાવવાની રહેશે. વધુ વિગતો માટે મોરબી ઔધોગિક તાલીમ સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા મોરબી ઔધોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!