MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના જલારામ ધામ ખાતે ૪ સપ્ટેમ્બરે યોજાનાર વિનામૂલ્યે નેત્રમણી કેમ્પ જન્માષ્ટમીના તહેવારને કારણે મુલતવી રખાયો




MORBI:મોરબીના જલારામ ધામ ખાતે ૪ સપ્ટેમ્બરે યોજાનાર વિનામૂલ્યે નેત્રમણી કેમ્પ જન્માષ્ટમીના તહેવારને કારણે મુલતવી રખાયો

મોરબીના પ્રખ્યાત જલારામ ધામ ખાતે દર મહિનાની ૪ તારીખે પૂજ્ય જલારામ બાપાની પ્રેરણાથી વિનામૂલ્યે નેત્રમણી (મોતિયા) કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવે છે. પરંતુ, આગામી તારીખ ૪ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર હોવાથી, આ ચાલુ માસનો નેત્રમણી કેમ્પ મોકૂફ રાખવામાં આવ્યો છે.
જલારામ ધામના વ્યવસ્થાપકો દ્વારા સર્વે ધર્મપ્રેમી જનતા અને દર્દીઓને આ ફેરફારની ખાસ નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. વધુમાં જણાવ્યા અનુસાર, આગામી મહિનાથી દર મહિનાની ૪ તારીખે આયોજિત થતો આ વિનામૂલ્યે નેત્રમણી કેમ્પ પૂર્વવત અને રાબેતા મુજબ ચાલુ રહેશે.



