MORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદ દારૂડિયાઓએ સ્મશાનમાં કરી તોડફોડ :ગ્રામજનોમાં ભારે આક્રોશ

 

HALVAD:હળવદ દારૂડિયાઓએ સ્મશાનમાં કરી તોડફોડ :ગ્રામજનોમાં ભારે આક્રોશ

મોરબી: હળવદ તાલુકાના મિયાણી ગામમાંથી એક અત્યંત ચોંકાવનારો અને ધાર્મિક લાગણી દુભાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મિયાણી ગામના સ્મશાનમાં અસામાજિક તત્વો અને નશાખોરો દ્વારા દેવી-દેવતાઓની 5 થી 6 જેટલી મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી છે, જેને પગલે સમગ્ર પંથકમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ, ગઈકાલે રાત્રિના સમયે દારૂના નશામાં ધૂત અસામાજિક તત્વોએ સ્મશાનમાં પ્રવેશ કરી ત્યાં સ્થાપિત મૂર્તિઓને ખંડિત કરી હતી. સવારના સમયે આ ઘટનાની જાણ ગ્રામજનોને થતા જ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

પોલીસ મથકે ગ્રામજનોનો હોબાળો

ઘટનાને પગલે મિયાણી ગામના 40 થી 50 જેટલા ગ્રામજનો મોડી રાત્રે જ એકઠા થઈને હળવદ પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશન પરિસરમાં ગ્રામજનોએ ભારે આક્રોશ સાથે ‘બંધ કરો ભાઈ બંધ કરો, દારૂડિયાને બંધ કરો’ના નારા લગાવી વાતાવરણ ગજવી દીધું હતું.

ગ્રામજનોએ પોલીસ મથકે પહોંચીને મૂર્તિઓ તોડનાર અસામાજિક તત્વો વિરુદ્ધ તાત્કાલિક FIR નોંધી કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. આ સાથે જ, ગ્રામજનોએ ગામમાં દારૂના દૂષણને સંપૂર્ણપણે ડામી દેવા અને આવા કૃત્ય કરનારા આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવા માટે ઉગ્ર રજૂઆત કરી છે. હાલ હળવદ પોલીસ દ્વારા આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!