HALVADMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી, રાજકોટ અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાંથી હદપાર કરાયેલ શખ્સ હળવદ પોલીસે ઝડપી લીધો

 

MORBI:મોરબી, રાજકોટ અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાંથી હદપાર કરાયેલ શખ્સ હળવદ પોલીસે ઝડપી લીધો

 

​અમદાવાદ-હળવદ હાઈવે પરથી ઝડપાયો: અનેક જિલ્લાઓમાંથી કરાયો હતો તડીપાર – મોરબી સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાંથી હદપાર કરવામાં આવેલો એક રીઢો બુટલેગર હળવદ-અમદાવાદ હાઈવે પરથી પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. સક્ષમ અધિકારીના આદેશનું ઉલ્લંઘન કરી પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરવા બદલ પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



​મળતી વિગતો મુજબ, હળવદ પોલીસનો સ્ટાફ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો, ત્યારે બાતમીના આધારે અનિલભાઈ હસુભાઈ ચૌહાણ (રહે. ચરાડવા, તા. હળવદ) નામનો શખ્સ હળવદ-અમદાવાદ હાઈવે પર બાયપાસ ત્રણ રસ્તા પાસેથી મળી આવ્યો હતો.​તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) હળવદના હુકમ ક્રમાંક ૧૭/૨૦૨૫ (તા. ૦૫/૦૧/૨૦૨૬) મુજબ આ શખ્સને છ માસ માટે વિવિધ જિલ્લાઓમાંથી હદપાર કરવામાં આવ્યો હતો.​આરોપી વિરુદ્ધ કડક વલણ અપનાવતા તંત્રએ તેને નીચે મુજબના વિસ્તારોમાં પ્રવેશવા પરબંધી ફરમાવી હતી:​મોરબી રાજકોટ શહેર અને ગ્રામ્ય,​અમદાવાદ શહેર અને ગ્રામ્ય,​ગાંધીધામ-કચ્છ,​પાટણ ,​જામનગર કોઈપણ સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વગર હદપારીના હુકમનો ભંગ કરી મોરબી જિલ્લાની હદમાં પ્રવેશતા પોલીસે આરોપી અનિલ ચૌહાણની ધરપકડ કરી છે. હાલ પોલીસ દ્વારા તેની વિરુદ્ધ જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!