GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા નગરપાલિકા બનાવવા ગ્રામજનોનો વિરોધ:ગામ સમસ્ત મહારેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું

TANKARA:ટંકારા નગરપાલિકા બનાવવા ગ્રામજનોનો વિરોધ:ગામ સમસ્ત મહારેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું

 

ટંકારાને નગરપાલિકા આપવાની જાહેરાત કરવામાં આવી છે અને નગરપાલિકા બનાવવા માટેની કવાયત સરકાર દ્વારા શરુ કરવામાં આવી છે ત્યારે ટંકારા નગર આસપાસ આવેલ પાંચ કિલોમીટર સુધીના ગામોને નગરપાલિકામાં સમાવેશ કરવાનો ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે કલ્યાણપર અને જબલપુર સહિતના ગ્રામજનોએ આજે પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાને સાથે રાખી રેલી યોજી નાયબ મામલતદારને આવેદન પાઠવ્યું હતું જે મામલે પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ જણાવ્યું હતું કે ટંકારાનો એટલો વિકાસ થયો નથી અને સોસાયટીઓ એટલી બધી બની નથી નગરપાલિકા બનાવવા માટે વસ્તીનું જે ધોરણ હોય તે પણ પૂર્ણ થતું નથી જેથી પાલિકા બનાવવા માટે ૫ કિલોમીટર સુધી આવતા ગામોને પાલિકામાં સમાવેશ કરી રહ્યા છે જેનો ગ્રામજનો વિરોધ કરી રહય છે ટંકારા દયાનંદ સરસ્વતીની જન્મભૂમી હોવાથી રાજ્યપાલની ઈચ્છા છે પરંતુ પ્રજાની ઈચ્છા નથી ગ્રામજનો નગરપાલિકા બનાવવાનો વિરોધ કરી રહ્યા છે અને ગ્રામ પંચાયત જ રહેવા દેવા માંગ કરી રહ્યા છે તો રેલીમાં જોડાયેલા ગ્રામજનોએ પણ જણાવ્યું હતું કે નગરપાલિકામાં સમાવેશ થતા ગ્રામજનોને નાના મોટા કામ માટે પાલિકા કચેરીએ ધક્કા ખાવાનો વારો આવશે જેથી નાગરિકોને હેરાનગતિનો સામનો કરવાનો આવશે રેલી અને નાયબ મામલતદાર આવેદન પાઠવ્યું

રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button