GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જીલ્લાની જાહેર જનતાને સાયબર ક્રાઇમ થી બચવા નીચે મુજબના જરૂરી સુચનો અવગત કરાયા

MORBI:મોરબી જીલ્લાની જાહેર જનતાને સાયબર ક્રાઇમ થી બચવા નીચે મુજબના  જરૂરી સુચનો અવગત કરાયા…

 

Oplus_131072

સાયબર ક્રાઈમના ગુનાઓ સબંધે જાહેર જનતામાં જાગૃતતા આવે તેમજ આવા પ્રકારના ગુનાઓ બનતા અટકે તે હેતુથી પ્રેસ કોન્ફરન્સ રાખવામા આવેલ જે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન મોરબી જીલ્લાની જાહેર જનતાને સાયબર ક્રાઇમ થી બચવા તેમજ સાયબર ક્રાઈમની કામગીરી માટે નીચે જણાવેલ જરૂરી સુચનો તેમજ માહિતીથી અવગત કરવામાં આવેલ.

(૧) સાયબર ક્રાઇમ તપાસ અને રાહતના પ્રયાસોઃ-મોરબી જીલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોની પીડાને ઘટાડવા માટે લોકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ આવે તેમજ સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકાવી શકાય તે માટે મોરબી જીલ્લાના આસપાસના ગામડાઓમા તથા મોરબી શહેરની શાળાઓ, કોલેજ, હોસ્ટેલમા તેમજ સીરામીક ઉધોગમા કામ કરતા કર્મચારીઓને તેમજ મોરબી જીલ્લા ટ્રક એસોશીએશનના કર્મચારીઓને સાયબર ક્રાઇમ અવેરનેશન બાબતે કુલ- ૧૩૩ કાર્યક્રમોનુ આયોજન કરી કુલ ૬૪૦૦ માણસોને સાયબર ક્રાઈમ અંગે જાગૃત કરવામાં આવેલ.

(૨) રીફંડ તેમજ હોલ્ડ પર રહેલી રકમઃ-રીફંડ તેમજ હોલ્ડ પર મુકવામા આવેલી રકમમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે જેમા ૨૦૨૪ મા મોરબી જીલ્લા ખાતે યોજાયેલ લોક અદાલતમા નામદાર કોર્ટ દ્વારા સાયબર ક્રાઇમનો ભોગ બનેલ ૧૧૫ અરજદારોને તેઓના ફ્રીજ થયેલ કુલ રકમ રૂ.૪૩,૦૮,૦૨૨/- અરજદારશ્રીઓને તેઓના નાણા પરત આપવાની કામગીરી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મોરબી દ્વારા કરવામા આવેલ તેમજ બીજા અરજદારો જેઓના નાણા અલગ-અલગ બેંકોમા ફ્રીજ થયેલ છે તેઓને નાણા પરત કરાવવાની કાર્યવાહી નામદાર કોર્ટમા કરાવવામાં આવેલ છે.

(૩) નવી પોલીસીઃ-

પોલીસે એકાઉન્ટ ફ્રીજ કરવા અંગેની તેમની પોલીસી મા પણ સુધારો કર્યો છે જેમા નવી પોલીસી મુજબ અસરકારક રીતે ગુના નિવારણ અને નિર્દોષ પક્ષો પર નાંણાકીય બોજ ઘટાડવા કુલ રકમને બદલે જે છેતરપીંડી મા અસરગ્રસ્ત હોય તે જ રકમને ફ્રીજ કરે છે તેમજ આખા એકાઉન્ટને બદલે માત્ર છેતરપીંડી સાથે સંકળાયેલ ચોક્કસ રકમને જ ફ્રીજ કરશે આ ફેરફારનો હેતુ મધ્યમવર્ગની વ્યકિતઓ પરના નાંણાકીય તણાવને ઘટાડવાનો છે કે જેઓ આ આખુ બેંક એકાઉન્ટ લોક થઇ જવાના કારણે મોટી મુશ્કેલીનો સામનો કરે છે.

(૪) પીડીતો પર પ્રભાવઃ-

મધ્યમવર્ગના લોકો સાયબર ક્રાઇમના લીધે આર્થિક રીતે પ્રભાવીત થયા હતા અને એકાઉન્ટ ફ્રીજ થવાના કારણે તેઓ પોતાના ખાતામા રહેલી રકમને મેળવવા માટે અસમર્થ હતા હવે તેઓના એકાઉન્ટ અનફ્રીજ થઇ જવાના કારણે એટલે કે ખુલી જવાના કારણે તેઓને મોટી રાહત અનુભવી છે. આ પગલુ એવા લોકો માટે ખરેખર રાહતદાયી છે જેઓ મધ્યમ વર્ગીય અને ગરીબ પરિસ્થિતી માથી હોય છે અને મોટાભાગે રોજીંદા વ્યવહારો માટે તેમના બેંક ખાતાઓ પર આધાર રાખે છે. જેઓના એકાઉન્ટ સાયબર ક્રાઇમમા બિન-સંડોવણી દર્શાવતા પુરાવા સાથે લાવે તો એક પછી એક કેસના આધારે આ એકાઉન્ટની ચકાસણી કરવામા આવશે અને ત્યારબાદ અનફ્રીજ કરવાની કાર્યવાહી કરવામા આવશે.

(૫) નિર્ણાયક કાર્યવાહી:-

ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલી આ નિર્ણાયક કાર્યવાહીમા મોરબી પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ પીડીતોને થતા અન્યાયને ઘટાડવાની તરફેણમાં લેવાયેલ નોંધપાત્ર પગલા દર્શાવેલ છે. ખાતા ફ્રીજ કરવાના અભિગમમા સુધારો કરીને તેમજ પીડીતોને આગળ આવવા માટે પ્રોત્સાહીત કરીને, અસરગ્રસ્ત વ્યક્તિઓ પર તાત્કાલીક નાણાકીય અસર અને સાયબર ક્રાઈમના વ્યાપક મુદ્દા બંને પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.

Oplus_131072

Back to top button
error: Content is protected !!