GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી શહેર પીજીવીસીએલ ટાઉન સબ ડીવીઝન 3 મંજુર.
MORBI:મોરબી શહેર પીજીવીસીએલ ટાઉન સબ ડીવીઝન 3 મંજુર…
મોરબી શહેર પી જી વી સી એલ ના વીજ ગ્રાહકો માટે હાલ સુધી ટાઉન – 1 અને ટાઉન – 2 એમ બે સબ ડીવીઝન કાર્યરત હતા. જે મોરબીના ભારણને જોતા ખૂબ અપૂરતા હતા.
મોરબીના ઝડપી વિકાસ અને વધતા જતા વિજગ્રાહકોને લઈને બન્ને સબ ડીવીઝનનું વિભાજન કરીને ટાઉન સબ ડીવીઝન – 3 બનાવવા માટે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સતત રજુઆત અને ફોલોઅપ લેતા મોરબી ટાઉન સબ ડીવીઝન – 3 મંજુર કરવામાં આવેલ છે..આ નિર્ણયથી વહીવટી સરળતા રહેશે અને વીજગ્રાહકોની સુવિધામાં વધારો થશે ટાઉન સબ ડીવીઝન 3 મંજુર થવાથી પ્રજામાં આનંદ વ્યાપી ગયો છે