દાહોદ નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં કારગીલ વિજય દિવસના રજત જયંતિ નિમિત્તે શહીદ જવાનોની યાદ કરી પુષ્પાંજલિ આપી હતી

તા. ૨૬. ૦૭.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ:દાહોદ નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં કારગીલ વિજય દિવસના રજત જયંતિ નિમિત્તે શહીદ જવાનોની યાદ કરી પુષ્પાંજલિ આપી હતી
નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આજરોજ સેલ્ફ ફાઇનાન્સના ઇતિહાસ વિભાગ તથા N.C.C. વિભાગ ના સંયુક્ત ઉપક્રમે ૨૬
જુલાઈ કારગીલ વિજય દિવસના રજત જયંતિ નિમિત્તે શહીદ જવાનોની યાદ કરી પુષ્પાંજલિ આપી હતી. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપલ ડૉ. બી. આર. બોદર સાહેબ, માર્ગદર્શક શ્રી ડૉ. બી. સી. ચૌધરી સાહેબ, ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉ. ડી. બી. મુનિયા સાહેબ, કોલેજના વાઈસ પ્રિન્સિપલ ડૉ. હરેશ પંચાલ સાહેબ, N.C.C. વિભાગના અધ્યક્ષ ડૉ. એલ. પી. પરમાર સાહેબ, કોલેજના કોર્ડીનેટર ડૉ. ધવલ જોશી સાહેબ, સમગ્ર પ્રોગ્રામનું આયોજન કરનાર પ્રો. વરૂણ ડામોર, તમામ સ્ટાફગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લઈ હાજર રહ્યા હતા




