TANKARA:ટંકારાના મિતાણા-નેકનામ રોડ પર કૂવામાં ડૂબી જતાં યુવકનું કરુણ મોત: પોલીસે તપાસ હાથ ધરી




TANKARA:ટંકારાના મિતાણા-નેકનામ રોડ પર કૂવામાં ડૂબી જતાં યુવકનું કરુણ મોત: પોલીસે તપાસ હાથ ધરી

ટંકારા તાલુકાના મિતાણા-નેકનામ રોડ પર એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં ૨૬ વર્ષીય યુવકનું કૂવામાં પડી જતાં પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ટંકારા તાલુકાના મિતાણા (પ્રભુનગર) ગામમાં રહેતા ૨૬ વર્ષીય યુવક જુગ્નુ દિનેશભાઈ ગજેરા મિતાણા-નેકનામ રોડ પર આવેલ શીતળા માતાના મંદિર સામેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ અચાનક મંદિરની સામે આવેલા કૂવામાં પડી ગયા હતા. કૂવામાં પાણી વધુ હોવાને કારણે યુવકનું પાણીમાં ડૂબી જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
આ ઘટના અંગેની જાણ થતાં જ ટંકારા પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડવાની તજવીજ કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતકના પિતાએ જણાવ્યું હતું કે, મૃતક જુગ્નુભાઈ માનસિક અસ્થિર હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો.સમગ્ર બનાવ મામલે ટંકારા પોલીસે હાલ અકસ્માતે મોત (અ.મોત) નોંધીને આગળની તપાસની ચક્રો ગતિમાન કર્યા છે. યુવાન દીકરાના અકાળે અવસાનથી ગજેરા પરિવાર સહિત મિતાણા ગામમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.



