MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગર પાલિકાની સુંદર કામગીરી બાબત ટ્રસ્ટે બિરદાવ્યું 

 

MORBI:મોરબી મહાનગર પાલિકાની સુંદર કામગીરી બાબત ટ્રસ્ટે બિરદાવ્યું

 

મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતા ની સાથે જ વહીવટી તંત્ર મોરબી વાસીઓને સુવિધાઓ આપવા માટે તત્પર બન્યું છે જેમાં મહાનગરપાલિકાની કચેરીઓએ નોંધાતી ફરિયાદો અને ઓનલાઇન એપ્લિકેશનમાં નોંધાતી ફરિયાદોને તાત્કાલિક નિવારણ માટે મ્યુનિસિપલ કમિશનર અને મેયર શ્રી જાતે નજર રાખી રહ્યા હોવાનું નજરે ચડ્યું છે. મોરબીના રોહીદાસ પરા પાસે આવેલ વિજયનગર ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલયના પ્રવેશ દ્વાર પાસે વરસાદી પાણી ભરાઈ ગયું હતું. જે બાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોરબી મહાનગરપાલિકાની એપ્લિકેશન ઉપર ફરિયાદ નોંધાવેલ અને તેમાં રજૂઆત કરેલ કે શાળામાં અભ્યાસ કરતા 250 થી વધુ વિદ્યાર્થીઓને ગંદા પાણીમાં પસાર થઈ શાળાએ આવું ફરી રહ્યું છે જેથી તાત્કાલિક કમિશનર શ્રી અને મેયર શ્રી એ નોંધ લઇ ડ્રેનેજ વિભાગને સ્થળ પર મુલાકાત લેવા જણાવેલ અને ફરિયાદનું ત્રણ કલાકમાં જ નિવારણ કરવામાં આવ્યું જે બદલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશનર શ્રી અને મેયર શ્રી સાથે ડ્રેનેજ સ્ટાફનો આભાર વ્યક્ત કરેલ.

Back to top button
error: Content is protected !!