MORBI મોરબી વેપાર -ઘંઘા માટે લીઘેલ વ્યાજે રૂપિયાનું વ્યાજ -મુદલ ન આપી શકનાર શિક્ષકના ઘરે જઈને ત્રણ વ્યાજખોરોએ ઘમકી આપી..
MORBI મોરબી વેપાર -ઘંઘા માટે લીઘેલ વ્યાજે રૂપિયાનું વ્યાજ -મુદલ ન આપી શકનાર શિક્ષકના ઘરે જઈને ત્રણ વ્યાજખોરો એ ઘમકી આપી..
મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા યુવકને ધંધામાં રૂપિયાની જરૂર હોય જેથી આરોપીઓ પાસેથી વ્યાજે રૂપિયા લિધેલ હોય જે પરત ન આપી શકતા આરોપીઓએ યુવકના ઘરે જઈ બળજબરી પૂર્વક ઉઘરાણી કરી યુવક તથા તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા અને સરકારી નોકરી કરતા હરેશભાઈ ઉર્ફે હિરેનભાઇ ગોરધનભાઈ વડગાસીયા (ઉ.વ.૩૩) એ આરોપી ધર્મેન્દ્રભાઇ રાઠોડ રહે. મોરબી, ગોપાલભાઇ ગજેન્દ્રભાઇ ભટ્ટ રહે.વિરપર ગામ, હરિઓમ સોસાયટી તા.ટંકારા, માલદેભાઇ બાબુભાઇ આહિર રહે.મોરબી સંકેત ઇન્ડીયા શો-રૂમ પાછળ તા.જી.મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને ધંધોમાં રૂપિયાની જરૂરત હોય જેથી આરોપી ધર્મેન્દ્રભાઇ પાસેથી માસીક ૧૦ ટકા લેખે રૂા.૩૦,૦૦,૦૦૦/- તથા આરોપી ગોપાલભાઈ પાસેથી માસીક ૧૦ ટકા લેખે રૂા.૨૦,૦૦,૦૦૦/- વ્યાજે લીધેલ હોય જે રૂપિયા ફરીયાદી પાછા ન આપી શકતા ત્રણે આરોપીઓ ફરીયાદીના ઘરે જઈ રૂપિયાની બળજબરીથી ઉઘરાણી કરી ફરીયાદી તથા ફરીયાદીના ભાઇ મનીષભાઇને મારી નાખવાની ધમકી આપી ગાળો આપી હોવાની ફરીયાદ તાલુકા પોલીસે નોંધાવતા પોલીસે ત્રણેય આરોપી ઓ સામે નાણા ઘીરઘાર અઘિનિયમ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.