MORBI:વ્યાજખોરનો ત્રાસ: મોરબીના ફડસર ગામના આધેડે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો, ગુનો દાખલ







MORBI:વ્યાજખોરનો ત્રાસ: મોરબીના ફડસર ગામના આધેડે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો, ગુનો દાખલ


મોરબી તાલુકાના ફડસર ગામના મૂળ વતની અને હાલ રાજકોટમાં રહેતા એક આધેડે વ્યાજખોરના અસહ્ય ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીથી કંટાળીને ફિનાઈલ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, મૂળ ફડસર ગામના અને હાલ રાજકોટમાં મોરબી રોડ જકાતનાકા પાસે રહીને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ભગવાનભાઈ નાગાજણભાઈ બાળા (ઉં.વ. ૪૫) એ ફડસર ગામના જ આરોપી દેવજીભાઈ કાળુભાઈ બાળા પાસેથી ૫% ના વ્યાજે રૂ. ૪,૦૦,૦૦૦/- (ચાર લાખ) લીધા હતા.
છેલ્લા ચારેક મહિનાથી ભગવાનભાઈ આ રકમનું માસિક રૂ. ૨૦,૦૦૦ લેખે કુલ રૂ. ૮૦,૦૦૦/- વ્યાજ ચૂકવી શક્યા ન હતા. આથી આરોપી દેવજીભાઈએ તેમને ફોન કરીને ફડસર ગામે બોલાવ્યા હતા અને “મારા પૈસા અત્યારે જ આપી દે” તેમ કહીને પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. આરોપીએ ભગવાનભાઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
વ્યાજખોરની સતત ધમકીઓ અને પોતાની જમીન પર પડાવેલા કબજાના અસહ્ય ટેન્શનમાં આવી ગયેલા ભગવાનભાઈએ પોતાના ઘરે બાથરૂમમાં રાખેલી ફિનાઈલની બોટલમાંથી ફિનાઈલ પી લીધું હતું. ઝેરી અસર થતાં જ તેમને ઉલ્ટીઓ થવા લાગી હતી, જેથી તેમના નાના ભાઈ આપાભાઈએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ મામલે ભોગ બનનાર ભગવાનભાઈની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી દેવજીભાઈ કાળુભાઈ બાળા વિરૂદ્ધ:બી.એન.એસ. (BNS) કલમ: ૩૫૨, ૩ tek૫૧-૨ મની લેન્ડ એક્ટની કલમ: ૪૦, ૪૨ મુજબ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.




