GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ત્રીકોણબાગના પાર્કિંગમાથી તસ્કરો બાઈકની ચોરી
MORBI:મોરબીના ત્રીકોણબાગના પાર્કિંગમાથી તસ્કરો બાઈકની ચોરી
મોરબી શહેરમાં અવારનવાર બાઈક ચોરીની ફરીયાદો સામે આવી રહી છે જેના કારણે લોકો પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યારે વધું એક ફરીયાદ નોંધાઈ છે જે મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે રહેતા પરેશભાઈ બાબુલાલ પરેચા (ઉ.વ.૨૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા આરોપીએ ફરીયાદીનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬-એએ-૪૧૭૭ જે સને- ૨૦૨૦નુ મોડલવાળુ જેની કિંમત રૂ.૫૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ પાર્ક કરેલ જગ્યાએથી ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.