MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી-માળીયા હાઇવે પર : રિક્ષામાંથી ૨૦૦ લીટર દેશી દારૂ સાથે મહિલા સહિત બે ઝડપાયા

 

MORBI:મોરબી-માળીયા હાઇવે પર : રિક્ષામાંથી ૨૦૦ લીટર દેશી દારૂ સાથે મહિલા સહિત બે ઝડપાયા

 

મોરબી એલસીબીની સપાટો: દારૂ અને રિક્ષા મળી કુલ રૂ. ૧ લાખનો મુદ્દામાલ કબજે

મોરબી-માળીયા નેશનલ હાઇવે પર ફર્ન હોટલ નજીક મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) એ એક સફળ ઓપરેશન પાર પાડીને સીએનજી રિક્ષામાંથી ૨૦૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે એક મહિલા સહિત બે બુટલેગરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી એલસીબી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે માળીયા તરફથી એક શંકાસ્પદ રિક્ષા દારૂનો જથ્થો લઈને મોરબી તરફ આવી રહી છે. બાતમીના આધારે પોલીસે હાઇવે પર ફર્ન હોટલ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતી બજાજ કંપનીની નંબર પ્લેટ વગરની સીએનજી રિક્ષાને રોકીને તલાશી લેવામાં આવી હતી.

પોલીસે રિક્ષાની તપાસ કરતા તેમાંથી પ્લાસ્ટિકના ૪ ચાર બાચકા મળી આવ્યા હતા. જેમાં ૫-૫ લીટરની ક્ષમતાવાળા ૪૦ બુંગિયાંમાં ભરેલો કુલ ૨૦૦ લીટર દેશી દારૂ (કિંમત રૂ. ૪૦,૦૦૦) મળી આવ્યો હતો.

આ આરોપીઓ સલીમભાઈ કાદરભાઈ શેખ (ઉં.વ. ૪૫, રહે. ફૂલીનગર-૧, વીસીપરા, મોરબી) – રિક્ષા ચાલક હનીફાબેન હુસેનભાઈ સેડાત (રેહ. વીસીપરા, મોરબી) રૂ. ૧ લાખનો મુદ્દામાલ જપ્ત ક્રાઇમ બ્રાંચની ટીમે ૪૦ હજારની કિંમતનો દેશી દારૂ અને ગુનામાં વપરાયેલી સીએનજી રિક્ષા મળીને કુલ રૂપિયા ૧,૦૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગે બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!