GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના બેલા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતાં બે ઈસમો ઝડપાયા
MORBI:મોરબીના બેલા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતાં બે ઈસમો ઝડપાયા
મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં જેતપર મોરબી રોડ પર સી.એન.જી. પંપની સામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો ઈમરાનભાઈ વલીમંમદભાઈ કટારીયા (ઉ.વ.૩૦) રહે. કુલીનગર -૦૧ વીશીપરા મોરબી તથા હિમાંશુભાઈ ભરતભાઈ બાવળીયા (ઉ.વ.૨૧) રહે. મહેન્દ્રનગર ચોકડી સી.એન.જી. પંપની સામે મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૨૧૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.