MORBI:મોરબીમાં આઈપીએલ મેચ પર જુગાર રમતા બે શખ્સો ઝડપાયા







MORBI:મોરબીમાં આઈપીએલ મેચ પર જુગાર રમતા બે શખ્સો ઝડપાયા: એ ડિવિઝન પોલીસે રૂ. 1.05 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો


મોરબી શહેરમાં ક્રિકેટ મેચ પર ઓનલાઈન આઈડી સેશનની હારજીતનો જુગાર રમતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. રવાપર-લીલાપર રોડ પર આઈપીએલ મેચ પર સટ્ટો રમી રહેલા બે શખ્સોને મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમે બાતમીના આધારે દરોડો પાડીને ઝડપી લીધા છે, જ્યારે ઓનલાઈન આઈડી આપનાર અન્ય એક શખ્સનું નામ ખુલતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે રવાપર-લીલાપર રોડ પર આવેલી શારદા સોસાયટીના નાકે, કોહીનુર શોપિંગ સેન્ટરની પાછળ ખુલ્લામાં ક્રિકેટ મેચ પર હારજીતનો જુગાર રમાઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસ ટીમે તુરંત સક્રિય થઈને કથિત સ્થળે દરોડો પાડ્યો હતો.
પોલીસના દરોડા દરમિયાન સ્થળ પર ચાલી રહેલી પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચેની લાઈવ મેચ પર રનફેર અને હારજીતનો જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હતા. પોલીસે નીચે મુજબના આરોપીઓની અટકાયત કરી છે:
મોસીનભાઇ ઉમેદભાઇ વલીયાણી (રહે. શારદા સોસાયટી, મોરબી) જીજ્ઞેશભાઇ કાન્તીભાઇ રામોલીયા (મૂળ રહે. ગોંડલ, હાલ રહે. રવાપર ગામ, મોરબી) પોલીસે દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી જુગારના સાહિત્ય સહિત કુલ રૂપિયા 1,05,500/- નો મુદ્દામાલ રિકવર કર્યો છે, જેમાં શામેલ છે:રોકડા રૂપિયા: 5,500/-મોબાઈલ ફોન: ૨ નંગ (કિંમત રૂ. 40,000/-) મોટરસાયકલ: જીજે-21-ડીડી-5010 (કિંમત રૂ. 50,000/-)ઝડપાયેલા બંને આરોપીઓની પોલીસે સ્થળ પર જ કડક પૂછપરછ હાથ ધરતા આ ક્રિકેટ સટ્ટાના નેટવર્કનો વધુ એક ખુલાસો થયો હતો. જેમાં આ બંને શખ્સોને ક્રિકેટ મેચની ઓનલાઈન આઈડી (ID) આપનાર મુખ્ય સૂત્રધાર જયદીપ ઉર્ફે જલો (રહે. મોરબી) નું નામ સામે આવ્યું છે.
હાલ એ ડિવિઝન પોલીસે પકડાયેલા બંને જુગારીઓ અને આઈડી આપનાર ફરાર શખ્સ સહિત તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે



