સાબરકાંઠા જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રત થયેલ રસ્તાઓની તાત્કાલિક મરામત કામગીરી પૂરજોશમાં
સાબરકાંઠા જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રત થયેલ રસ્તાઓની તાત્કાલિક મરામત કામગીરી પૂરજોશમાં
**
નરોડા-દહેગામ-હરસોલ માર્ગ અને મકાન વિભાગ સ્ટેસ હસ્તકના રસ્તાની રીપેરીંગ કામગીરી હાથ ધરાઈ
**
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં નાના મોટા રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું. જેને લઈ સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે.
નરોડા-દહેગામ-હરસોલ માર્ગ અને મકાન વિભાગ સ્ટેસ હસ્તકના મુખ્ય રસ્તા ક્ષતિગ્રસ્ત પામતા તાત્કાલિક પેચ વર્ક અને રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ભારે વરસાદને કારણે રસ્તાની ઉપર પડેલી માટી તથા ખાડા ભરાઈ જતા વાહનચાલકોને હાલાકી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.
જિલ્લા વહીવટી તંત્રના સંકલન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્થળ પર મશીનરી તથા મજૂર સાથે પહોંચીને માર્ગને ચાલૂ કરવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો. પેચ વર્ક તથા ખાડા ભરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી છે, જેથી નાગરીકોને વાહન વ્યવહાર માટે સરળતા રહે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં વરસાદથી થયેલ માર્ગ નુકશાનને પગલે સતત સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે અને તાત્કાલિક રસ્તા મરામત માટે સુયોજિત આયોજન સાથે કામગીરી હાથ ધરાઈ રહી છે.
જયંતિ પરમાર સાબરકાંઠા