MORBIMORBI CITY / TALUKO

MORBI પી.એમ.સ્વનિધી યોજના અંતર્ગત મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી.શાખા દ્વારા બેંકર્સ સમિક્ષાનું આયોજન કરાયું.

 

MORBI પી.એમ.સ્વનિધી યોજના અંતર્ગત મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી.શાખા દ્વારા બેંકર્સ સમિક્ષાનું આયોજન કરાયું.

 

 

મોરબી મહાનગરપાલિકા દ્વારા પી.એમ.સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધી (પી.એમ.સ્વનિધી યોજના) અંતર્ગત ડેપ્યુટી કમિશનર સંજયકુમાર સોની ના અધ્યક્ષ સ્થાને એક બેંકર્સ સમિક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા શહેરી વિસ્તારના શેરી ફેરીયાઓ માટે રૂ.૧૫ હજારની વર્કિંગ કેપિટલ વોન બેંક મારફત આપવામાં આવે છે સાથો સાથ રૂ.૧૫ હજારની સંપૂર્ણ ભરપાઈ કર્યા બાદ રૂ.૨૫ હજારની અને રૂ.૫૦ હજારની લોન સહાય મળવાપાત્ર છે. આ યોજના અંતર્ગત વાર્ષિક ૭% સબસીડી તથા UPI પેમેન્ટ ટ્રાજેકશન દ્વરા વાર્ષિક રૂ.૧૬૦૦/- કેશબેક ની પણ જોગવાઇ કરવામાં આવી છે.

સાથો સાથ રૂ.૨૫ હજારની લોન ની ભારપાઇ કર્યા બાદ બેંક મારફત આ યોજાના અંતર્ગત રૂ.૩૦ હજારનું ક્રેડીટ કાર્ડ શહેરી શેરી ફેરીયાઓને આપાવામાં આવશે આ તકે ડેપ્યુટી કમિશનર દ્વારા મોરબી શહેરની વિવિધ બેંકો સાથે પી.એમ. સ્વનિધી યોજના અંતર્ગત પેન્ડીંગ અરજીઓ નો નિકાલ લાવવા માટે સમીક્ષા કરવામાં આવી હતી જેથી શહેરી વિસ્તારમાં વધુમાં વધુ શહેરી ફેરિયાઓ આ યોજનાનો લાભ લઇ શકે.

Back to top button
error: Content is protected !!