GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના લક્ષ્મીનગર ગામના સરપંચ પદે સમીમબેન સિકંદરભાઈ સુમરાનો વિજય




MORBI:મોરબીના લક્ષ્મીનગર ગામના સરપંચ પદે સમીમબેન સિકંદરભાઈ સુમરાનો વિજય

મોરબી જિલ્લામાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની આજે મતગણતરી યોજાઈ હતી.ત્યારે મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર થયું છે. જેમાં 25 વર્ષીય યુવા ઉમેદવાર સમીમબેન સિકંદરભાઈ સુમરા સરપંચ પદે ચૂંટાય આવ્યા છે. જેમાં સમીમબેન સિકંદરભાઈ સુમરાનો 194 મતથી વિજય થયો હતો.

ત્યારે ઠેર-ઠેરથી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે લક્ષ્મીનગર ગામ માં એક મુસ્લિમ ઘર છે છતાં ગ્રામજનોએ ધર્મ નહી માણસાઈ જોઈ ને સમીમબેન સિકંદરભાઈ સુમરા ને જંગી બહુમતી થી વિજેતા બનાવ્યા હતા અને સુમરા સમાજ ના પ્રથમ મહિલા સરપંચ તરીકે ચૂંટાઈ આવેલ છે.. આ તકે સમીમબેન સિકંદરભાઈ સુમરાએ લક્ષ્મીનગર ગ્રામ પંચાયત ના દરેક વોર્ડ ના સભ્યોની અને કાર્યકર્તા ની અથાગ મહેનતને બિરદાવી હતી.




