GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અઘ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સ યોજાઈ

MORBI:કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અઘ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સ યોજાઈ

 

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મોરબી જિલ્લાની એક પણ શાળા બાકી ન રહે તેની તકેદારી રાખવા અંગે સૂચના આપતા જિલ્લા કલેકટરશ્રી કે.બી. ઝવેરી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અઘ્યક્ષ સ્થાને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અન્વયે સાબરમતી ઓડીટોરીયમ હોલ, સ્વર્ણિમ સંકુલ-૧, સચિવાલય, ગાંધીનગ૨ ખાતેથી બ્રિફિંગ મિટીંગનું આયોજન કરાયું હતું. આ મિટીંગનું જિલ્લા કક્ષાએ જીવંત પ્રસારણ કરાયું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પ્રેરક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સતત ત્રીજીવાર વડાપ્રધાન બનીને દેશમાં વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે. આ મજબૂત પાયામાં એક પાયો શિક્ષણનો છે. આપણે વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત તરીકે મોટું યોગદાન આપી શકીશું. શિક્ષણમાં આપણે ડ્રોપ આઉટ રેશિયોમાં ખૂબ મોટો ઘટાડો લાવી શક્યા છીએ અને હજુ આમાં સુધારો લાવી શકીએ છીએ. શિક્ષણ માટેની નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાનો લાભ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સુધી પહોંચાડવાનો છે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ ગ્રામ્ય સ્તર સુધી પહોંચાડવાની છે. શિક્ષણમાં ગ્રામ્ય સ્તરથી શહેર સુધીનું સ્તર એકસમાન થાય તે માટેના પ્રયત્ન કરવાના છે. આપણે નવી શિક્ષણ નીતિનો ઉપયોગ કરી આગળ વધી રહ્યા છે. શિક્ષણક્ષેત્રે સારામાં સારું વિદ્યાર્થીઓ માટે શું હોઈ શકે તેનો પ્રયત્ન આપણે કરવાનો છે.

વિડિયો કોન્ફરન્સ બાદ જિલ્લા કલેકટરશ્રી કે.બી. ઝવેરીએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત અધિકારીઓને સુઆયોજિત રૂટનું આયોજન કરવા અને આ કાર્યક્રમમાં એક પણ શાળા બાકાત ન રહે તેની તકેદારી રાખવા જરૂરી સૂચનાઓ આપી હતી.

મોરબી જિલ્લાની તમામ સરકારી બાલવાટિકાઓ, પ્રાથમિક,માધ્ય. અને ઉ.માઘ્ય શાળાઓ, જ્ઞાનશકિત રેસીડેન્શિયલ શાળાઓમાં આગામી તારીખ ૨૬, ૨૭ અને ૨૮ જુનના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ-૨૦૨૪ યોજાશે.

આ વીડિયો કોન્ફરન્સ બેઠકમાં મોરબી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારઘી, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન ચંદ્રિકાબેન કડીવાર, નિવાસી અધિક કલેકટરશ્રી એસ.જે.ખાચર, નાયબ કલેક્ટરશ્રી સુબોધકુમાર દુદખીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એન.ડી. કુગસિયા, મોરબી પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સંદીપકુમાર વર્મા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કમલેશ મોતા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી નમ્રતાબેન મહેતા સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button