MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા ‘વિદ્યારત્ન અભિવાદન સમારોહ’ યોજાયો

 

MORBI:મોરબીમાં વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા ‘વિદ્યારત્ન અભિવાદન સમારોહ’ યોજાયો

 

સેલિબ્રેશન પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં 70 થી વધુ તેજસ્વી તારલાઓ અને શિક્ષકોનું સન્માન કરાયું

મોટિવેશનલ સ્પીકર સતીશ પટેલે પેરેન્ટિંગ અને ગોખણપટ્ટી મુક્ત શિક્ષણ વિશે માર્ગદર્શન આપ્યું

 

મોરબી : મોરબીમાં વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા મોરબીના સેલિબ્રેશન પાર્ટી પ્લોટ ખાતે દ્વિતીય વિદ્યારત્ન અભિવાદન સમારોહ (વિદ્યાર્થી સન્માન સમારોહ) 2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ, રમતગમત અને સમાજ સેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર પ્રતિભાઓને બિરદાવવામાં આવી હતી.

 

આ સમારોહમાં ધોરણ 1 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ, સરકારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેનાર તથા રમતગમત ક્ષેત્રે ઝળહળતો દેખાવ કરનાર 70 જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમાજ માટે સમર્પિત અને કાર્યરત શિક્ષકો તેમજ નિવૃત્ત સરકારી શિક્ષકોનું પણ વિશેષ બહુમાન કરાયું હતું.

તેજસ્વી તારલાઓનું અદકેરું સન્માન – આઈઆઈટી જમ્મુ (IIT Jammu) અને બીએએમએસ (BAMS) માં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનું આ તકે અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. કારકિર્દીના મહત્વના પડાવ સમાન ધોરણ 10 અને 12 (કોમર્સ અને સાયન્સ) માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ખાસ સ્ટેન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું અને તેમને વાજતે-ગાજતે સ્ટેજ સુધી લાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રેરણાદાયી વક્તવ્ય – કાર્યક્રમની શરૂઆતમાં હનુમાન ચાલીસા સ્તુતિ અને ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. આજના સમયમાં ગોખણપટ્ટીના શિક્ષણ પર કટાક્ષ કરતું ‘ગોખણપટ્ટી.કોમ’ નામનું એક નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ જાણીતા મોટિવેશનલ સ્પીકર અને બાળરોગ નિષ્ણાત સતીશ પટેલે ઉપસ્થિત વાલીઓને ‘પેરેન્ટિંગ’ વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આજના સમયમાં બાળકોને કેવી રીતે ઉછેરવા તે અંગે વાત કરી હતી. તેમણે “ગોખણિયું જ્ઞાન અને પરિણામ તો ટનાટન પરંતુ સ્વીકૃતિ છનાનન” વિષય પર છણાવટ કરી, બાળકોને માત્ર 90 થી 95 ટકા લાવવા પૂરતું ગોખણપટ્ટી કરાવવાને બદલે પ્રેક્ટિકલ નોલેજ (ભણતર સાથે ગણતર) આપવા પર ભાર મૂક્યો હતો.

આ કાર્યક્રમમાં મોરબી, રાજકોટ, થાન, હળવદ અને ટંકારા સહિતના વિસ્તારોમાંથી પ્રજાપતિ સમાજના અગ્રણીઓ, જ્ઞાતિના પ્રમુખો, વિવિધ શિક્ષણ સમિતિના સભ્યો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!