MORBIWANKANER

વાઘસીયા પ્રાથમિક શાળાનાં આચાર્યનો જૂનો સંકલ્પ ગ્રામજનોએ પૂર્ણ કર્યો.

વઘાસિયા પ્રાથમિક શાળાના એંસી વર્ષે એંસી વૃક્ષો ગ્રામ જનોએ વાવ્યા.

૮૦ વૃક્ષો વાવવાનો આચાર્યનો સંકલ્પ વઘાસીયા ગામના ગ્રામજનોએ પૂર્ણ કર્યો….

 

 

ગત પ્રવેશોત્સવ-૨૦૨૪ નિમીતે આવેલ ઘારાસભ્ય શ્રી જીતુભાઇ સોમાણીની તેમજ ટી.ડી.ઓ. શ્રી કોંઢીયા સાહેબ, ટી.પી.ઇ. ઓ. શ્રી વોરા સાહેબ ની હાજરીમાં વઘાસીયા શાળાના આચાર્ય અલ્પેશ દેશાણીએ સંકલ્પ કર્યો હતો કે, આ વર્ષે આ વઘાસીયા શાળાની સ્થાપનાને ૮૦ વર્ષ પૂરા થાય છે તો ગામમાં ૮૦ મોટા વૃક્ષો વાવવાનો અમે શિક્ષકો અને બાળકો સંકલ્પ કરીએ છીએ.
આચાર્ય અને શાળાના આ સંકલ્પને ગામના સરપંચશ્રી ઘર્મેન્દ્રસિંહ ઝાલા, તથા વાંકાનેર યુવા ભાજપ ઉપપ્રમુખશ્રી કે. બી. ઝાલા એ ઉત્સાહભેર ઉપાડી લીઘો હતો. ફકત ૧૦ જ દિવસના ટુંકા ગાળામાં ૮૦ પાંજરાની તેમજ ૫ ફુટથી મોટા ૮૦ વૃક્ષોની વ્યવસ્થા કરી લીઘી હતી. અને આજ તા. ૧૧/૦૭/૨૦૨૪ના રોજ વઘાસીયા ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું.
આ વૃક્ષો ગામની તળાવની પાળે, શકિત માતાના મંદિરે તેમજ સ્મશાનની જગ્યાએ વાવવામાં આવ્યા હતા. વૃક્ષારોપણનું સમગ્ર આયોજન રાજપુત સેવા સમિતી, વઘાસીયા તથા વઘાસીયા શાળા ૫રીવારે કર્યુ હતુ. તો વૃક્ષોને કાયમી પાણી પાવા માટે ટપક પઘ્ઘતિ અને પાણી કનેકશનની વ્યવસ્થા કરવાની જવાબદારી સરપંચશ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલાએ લીઘી હતી.
આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં જિલ્લા સમાજ કલ્યાણ અઘિકારીશ્રી, પી.એસ.આઇ.શ્રી પરમાર સાહેબ, તથા ગામના ઉત્સાહી વડિલો એવા બનેસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ઝાલા, જયદેવસિંહ ઝાલા, રઘુભા ઝાલા, જયુભા ઝાલા, નિરુભા ઝાલા, હાજર રહયા હતા તો ગામના યુવાનોમાં જયદિપસિંહ ઝાલા, એસ.પી. ઝાલા, પ્રદિપસિંહ ઝાલા, જગદીશસિંહ ઝાલા, અજયસિંહ ઝાલા, તલાટી મંત્રીશ્રી મહેશભાઇ વોરા, શિક્ષકશ્રી નરેશભાઇ જગોદણાએ ભારે જહેમત ઉઠાવીને આ વૃક્ષારોપણની કામગીરી કરી હતી. તેમજ આ વૃક્ષો માટે સદભાવના આશ્રમ, રાજકોટ તથા વાંકાનેર નર્સરી તેમજ વરડુસર નર્સરીએ વૃક્ષો તેમજ પાંજરાની યોગદાન આપેલ છે.
આમ ગામના એક શિક્ષકના નાનકડા સંકલ્પને સફળ બનાવવા માટે વઘાસીયા ગામના સરપંચ, વડિલો, યુવાનો અને ગ્રામજનોએ જે ઉત્સાહ દર્શાવ્યો છે. તે અન્ય ગામને પ્રેરણા અને ઉદાહરણ સમાન છે.
વળી હમણા જ માનનીય પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના આહવાન કરેલ છે કે, ભારતને હરિયાળું કરવાના સંકલ્પ સાથે ગુજરાતનો પ્રત્યેક યુવાન એક વૃક્ષ વાવવામાં અને ઉછેરવામાં સહયોગ કરે. આ વિચાર વઘાસીયા ગામના યુવકોએ સાર્થક કર્યો છે.

Back to top button
error: Content is protected !!