GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના વિરપર ગામને‘સ્માર્ટ વિલેજ’ જાહેર કરવામાં આવ્યું

TANKARA:ટંકારાના વિરપર ગામને‘સ્માર્ટ વિલેજ’ જાહેર કરવામાં આવ્યું

 

 

ટંકારા તાલુકાના વિરપર ગામને સ્માર્ટ વિલેજમાં સ્થાન મળ્યું છે. જોતા બધા માપદંડ જેવા કે વ્યક્તિગત તથા સામુહિક વિકાસના કાર્યક્રમો દ્વારા ગ્રામ પંચાયત અને સરપંચ દ્વારા પોતાની ફરજો અને જવાબદારીઓ અદા કરી છે ત્યારે વિરપર ગામ ડિજિટલ સાધનોથી સજ્જ બન્યું છે. આથી, ગુનાખોરી પર બાજ નજર રહેશે. ટંકારાના વીરપર ગામે હવે રાત્રીના સમયે બિનજરૂરી લટાર લગાવવી કે અસામાજિક પ્રવૃત્તિઓ કરવી ભારે થઈ પડશે. કારણ કે તિસરી આંખ એટલે કે સીસીટીવી કેમેરાથી ગામની ગતિવિધિ પર રહેશે. આમ, વિરપર ગામે ડિઝીટલ વિલેજ તરફ પ્રયાણ કર્યું છે. જે ખરેખર લાભદાયી બનશે.આ સાથે વિરપર ગામને 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી ..

આ અંતર્ગત નાગરિકોને શહેરમાં હોય તેવી બધી સુવિધા ઉપલબ્ધ કરાવી જેવી કે કચરાનો નિકાલ બાગ બગીચા લાયબેરી આરો પ્લાન્ટ રોડ રસ્તા સ્ટ્રીટ લાઈટ પાણી વિગેરે સાથે ગ્રામ પંચાયતમાં ટેકનોલોજી નો ઉપયોગ કરીને તમામ પ્રકારની ઓનલાઈન અરજી રેશનકાર્ડ માં સુધારા વધારા તથા આયુષ્માન કાર્ડ જેવી ઉપલબ્ધ સુવિધા કરાવેલ છે તેમજ ગામની જુદી-જુદી દિશામાં ગોઠવેલ કેમેરાથી ગામને સજ્જ કરવામાં આવ્યું છે. વીરપર ગ્રામ પંચાયતના  સરપંચ અને તલાટી કમ મંત્રીની મહેનત રંગ લાવી

Back to top button
error: Content is protected !!