MORBIMORBI CITY / TALUKO

WAKANER:ચાલતી 108માં સલામત પ્રસૂતિ: વાંકાનેરથી મોરબી IFT દરમિયાન EMTની સમયસર કામગીરીથી માતા-બાળકી સુરક્ષિત

 

WAKANER:ચાલતી 108માં સલામત પ્રસૂતિ: વાંકાનેરથી મોરબી IFT દરમિયાન EMTની સમયસર કામગીરીથી માતા-બાળકી સુરક્ષિત

વાંકાનેર, તા. 13 મે 2026: વાંકાનેરથી મોરબી દરમિયાન 108 ઇમરજન્સી સેવાની સતર્કતા અને કુશળ કામગીરીનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં દાખલ એક પ્રસૂતા મહિલાને વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા બાદ રસ્તામાં જ એમ્બ્યુલન્સમાં સલામત પ્રસૂતિ કરાવવામાં આવી હતી.

માહિતી મુજબ, વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતિ પીડાથી પીડાતી મહિલાની સ્થિતિ જોતા ડો. નૂપુર મેડમ દ્વારા વધુ સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવી હતી. ત્યારબાદ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવા બોલાવવામાં આવી હતી. કોલ મળતા જ 108 ટીમના EMT વિશાલ સરવૈયા અને પાયલોટ વિશાલભાઈ વાંકાનેર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને મહિલાને મોરબી સારવાર માટે લઈ જવાનું શરૂ કર્યું હતું. દરમિયાન રસ્તામાં મહિલાને પ્રસૂતિનો દુખાવો વધતા સ્થિતિ ગંભીર બની હતી.

તે સમયે ડોક્ટર મંથન સરના ટેલિફોનિક માર્ગદર્શન હેઠળ EMT વિશાલ સરવૈયાએ સમયસૂચકતા અને કુશળતા દાખવી મોરબી પહોંચતા પહેલા જ એમ્બ્યુલન્સમાં સલામત નોર્મલ ડિલિવરી કરાવી હતી. મહિલાએ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો. પ્રસૂતિ બાદ માતા અને નવજાત બાળકી બંનેને વધુ સારવાર અને નિરીક્ષણ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. હાલ બંનેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળે છે.

આ ઘટનામાં ડો. નૂપુર મેડમ દ્વારા સમયસર રીફર, ડોક્ટર મંથન સરનું માર્ગદર્શન તેમજ EMT વિશાલ સરવૈયા અને પાયલોટ વિશાલભાઈની ફરજનિષ્ઠ કામગીરીના કારણે એક જટિલ IFT (Inter Facility Transfer) કેસ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

Back to top button
error: Content is protected !!