GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકનેર નજીક બલેનો કારમાંથી રૂ. ૧.૨૦ લાખનો દેશી દારૂ ઝડપાયો

 

WAKANER:વાંકનેર નજીક બલેનો કારમાંથી રૂ. ૧.૨૦ લાખનો દેશી દારૂ ઝડપાયો

 

વાંકનેર સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા રાત્રી પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે નેશનલ હાઇવે પર આવેલ જીઆઇડીસી જકાત નાકા નજીક વોચ ગોઠવવામાં આવી હતી. આ વોચ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક બ્લુ કલરની મારૂતિ સુઝુકી બલેનો કાર (રજી.નં. GJ-36-AP-9251)ને રોકીને તલાશી લેવામાં આવી હતી.

પોલીસે કારની આગળ-પાછળની સીટો તથા ટ્રંક (ડેકી) ભાગે તપાસ કરતા પ્લાસ્ટિકના કુલ ૨૪ કોથળા (બાયકા) મળી આવ્યા હતા. જેની ચકાસણી કરતા તેમાંથી કુલ ૬૦૦ લીટર દેશી દારૂ (કિંમત રૂ. ૧,૨૦,૦૦૦) મળી આવ્યો હતો. દારૂની હેરફેર અંગે પાસ-પરમિટ પૂછતા કાર ચાલક પાસે કોઈ આધાર-પુરાવા નહોતા.જપ્ત કરાયેલ મુદ્દામાલ:દેશી દારૂ: ૬૦૦ લીટર (કિંમત રૂ. ૧,૨૦,૦૦૦/-)મારૂતિ સુઝુકી બલેનો કાર: કિંમત રૂ. ૫,૦૦,૦૦૦/-મોબાઈલ ફોન: ઓપ્પો કંપનીનો (કિંમત રૂ. ૫,૦૦૦/-)કુલ મુદ્દામાલ: રૂ. ૬,૨૫,૦૦૦/-ઝડપાયેલ આરોપી:હિમાંશુ જશવંતભાઇ સોલંકી (ઉં.વ. ૨૦, રહે. મોરબી) તપાસમાં ખુલેલા અન્ય આરોપીઓ (મહેસૂલ/ગેરહાજર): માલ સપ્લાય કરનાર: કિશન કોળી (રહે. ચીરોડા, તા. ચોટીલા) માલ મંગાવનાર: મુસ્કાનબેન અબ્બાસભાઇ કટીયા (રહે. માળિયા વનાળિયા, મોરબી) પકડાયેલા આરોપી હિમાંશુ સોલંકીની કડક પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે આ દારૂનો જથ્થો કિશન કોળી પાસેથી ભરીને મુસ્કાનબેન કટીયાને પહોંચાડવાનો હતો. વાંકનેર સીટી પોલીસે દારૂ સપ્લાય કરનાર અને મંગાવનાર બંને ગેરહાજર આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!