GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરથી ૧ કરોડથી વધુના દારૂ કેસમાં ૫ મહિનાથી ફરાર જામનગરના ૩ રીઢા ગુનેગારો ઝડપાયા

 

WAKANER:વાંકાનેરથી ૧ કરોડથી વધુના દારૂ કેસમાં ૫ મહિનાથી ફરાર જામનગરના ૩ રીઢા ગુનેગારો ઝબ્બે: રૂ. ૨.૧૮ કરોડના મુદામાલનો કેસ

વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા રૂ. ૧ કરોડથી વધુની કિંમતના વિદેશી દારૂ તથા ટ્રક સહિત રૂ. ૨.૧૮ કરોડથી વધુના મુદ્દામાલ સાથેના પ્રોહીબિશન ગુન્હામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા-ફરતા જામનગરના ત્રણ આરોપીઓને વાંકાનેર સીટી પોલીસે બાતમીના આધારે જામનગર ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગત માર્ચ ૨૦૨૬માં વાંકાનેર-રાજકોટ હાઇવે પર આવેલી ‘સુગર એન્ડ સ્પાઇસ’ હોટલ સામેથી પોલીસે બાતમીના આધારે દારૂથી ભરેલી બંધ બોડીની ટ્રક (રજીસ્ટ્રેશન નં. RJ-14-GP-4506) આંતરી હતી. ટ્રકની તલાશી લેતાં તેમાંથી રૂ. ૧ કરોડથી વધુની કિંમતનો ભારતીય બનાવાટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ, ટ્રક અને અન્ય સાધન-સામગ્રી મળી કુલ રૂ. ૨,૧૮,૫૫,૫૬૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, આરોપીઓએ રાજ્ય બહારથી દારૂનો મોટો જથ્થો ગુજરાતમાં ઘુસાડવા માટે બોગસ ઇ-વે બિલ અને બનાવટી બિલ તૈયાર કર્યા હતા. ગુનો નોંધાયા બાદ તમામ આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા માટે સતત પોતાના રહેઠાણ અને સ્થળો બદલીને ભાગતા ફરતા હતા. આથી પોલીસ દ્વારા વાંકાનેર કોર્ટમાંથી બી.એન.એસ. (BNSS) કલમ-૭૨ મુજબનું વોરંટ પણ મેળવવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા પોલીસ વડા અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પ્રો.પો.ઇન્સ. પી.આર. સોલંકી તથા પો.સબ.ઇન્સ. કે.એચ. ભોચીયા અને તેમની ટીમે ચોક્કસ બાતમી મેળવીને જામનગર ખાતે દરોડો પાડી ત્રણેય ફરાર આરોપીઓને દબોચી લીધા હતા.

પકડાયેલા આરોપીઓ (૧.)સુનીલ ઉર્ફે ભુતી ઘનજીભાઈ ડોણાસીયા/કોળી (ઉં.વ. ૨૮, રહે. નાગેશ્વર પાર્ક, વાકોલ માતાજીના મંદિર સામે, જામનગર) (૨.)રોહીત ઉર્ફે કાનો ચંદુભાઈ લીંબડ/કોળી (ઉં.વ. ૪૩, રહે. શંકર ટેકરી, સુભાષપરા, શેરી નં.-૨, જામનગર) (૩.) સુનીલ ઉર્ફે સાગર હમીરભાઈ માણેક/હિંદુ વાઘેર (ઉં.વ. ૩૧, રહે. મયુરનગર વામ્બે આવાસ, જામનગર)હાલમાં વાંકાનેર સીટી પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી આગળની કાનૂની કાર્યવાહી અને નેટવર્ક અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!